સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા
દુનિયામાં સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા છે. કંકોડા ફાઈટો ન્યુટ્રીયાસ નો એક બહુ મોટો સ્ત્રોત છે, આ છોડમાં જોવા મળતો એક પદાર્થ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કંકોડાના શાકભાજીમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીન ખૂબ વધારે માત્રામાં હોય છે
કંકોડામાં આયરન, ઝીંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીક અન્ય વસ્તુઓ સાથે વિટામિન સી ની સારી એવી માત્રા હોય છે. જ્યારે તેમાં કેલોરીની માત્રા ઓછી હોય છે. આયુર્વેદમાં પણ આ શાકભાજીના અનેક ફાયદા ગણવામાં આવ્યા છે. શાકાહારી લોકો માટે તે ખૂબ જ સારો પ્રોટીન નો સ્ત્રોત્ હોય છે. આજે આપણે તેના પોષક તત્વ અને ફાયદા વિશે વાત કરીશું. કંકોડાના 100 ગ્રામ શાકમાં 7.7 ગ્રામ કાર્બોહાઈટ, 3.0 ગ્રામ ફાઇબર અને 1.1 ગ્રામ મિનરલ્સ હોય છે. આ ઉપરાંત કંકોડામાં કેરોટીન, થાયમીન, જેવા જરૂરી વિટામિન પણ જોવા મળે છે. કંકોડા માં તમામ અન્ય પોષક તત્વો પણ જોવા મળશે. જે શરીરને મજબૂત બનાવવામાં આપને મદદ કરે છે. આ શાકભાજીમાં ૮૦ ટકા વધારે પાણી હોય છે. જે લોકોને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મોટાપા અને વજન વધાર હોય અને તે પરેશાન હોય. તે લોકો માટે કંકોડાની શાકભાજી ખૂબ જ ફાયદા આપશે. આ છોડમાં જોવા મળતો એક પદાર્થ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પદાર્થમાં વિવિધ બીમારીઓને રોકવામાં મદદ કરે છે. કંકોડા એક ચોમાસાની શાકભાજી છે. કંકોડા શરદી, ખાસી, અને અન્ય એલર્જીને દૂર રાખવામાં સહાયક થાય છે. આ શાકભાજી ડાયાબિટીસના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કંકોડામાં પ્લાન્ટ ઈસુલીન પ્રચુર માત્રામાં હોય છે. અને તેમાં ફાઇબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે ડાયાબિટીસના દર્દી માટે એક સારો વિકલ્પ છે. આ શાકભાજી ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે છે. કંકોડાની શાકભાજીમાં લ્યુટીન જેવા પદાર્થો હોય છે. તેના કારણે આંખની બીમારીઓ, હૃદય રોગ, ડાયાબિટીસ અને ત્યાં સુધી કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. કંકોડાના શાકભાજી માં ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં બીટા કેરોટિન, લ્યુટીન જેવા વિવિધ ફેલવોનોએડ હોય છે જે આપને સ્કિનને સારી રીતે રાખી છે. એટલે કે કંકોડા સૌથી પાવરફુલ શાકભાજી છે. શાકભાજી આપણા શરીર માટે ફાયદાકારક છે. તેનાથી અનેક રોગો દૂર થઈ જાય છે.
સંકલન : સપના જોશી || શિક્ષિકા