નિત્ય સમાચાર

મહેસાણા માં ગણપતિ દાદા ને ગાર્ડ ઓફ ઓનર થી સન્માનીત કરાયા

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ માં ગણેશ મહોત્સવ ખૂબ જ ધામ ધૂમ ઉજવાઇ રહ્યો છે. જેમાં મહેસાણા ના 100 વર્ષ થી જૂના ગણપતિ દાદા ના મંદિર માં પણ વર્ષો થી ગણેશ મહોત્સવ ઉજવવામા આવે છે. વિઘ્ન હર્તા દેવ ના આ પ્રસંગે તેમની સ્થાપના થી લઈ વિસર્જન સુધી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે અને રોજ સવાર- સાંજ ભવ્ય આરતી કરવામાં આવે છે જેમાં સમગ્ર શહેર ની ધર્મપ્રેમી જનતા લાભ લે છે. દર વર્ષે મોટી ભવ્ય મુર્તિ લાવી સ્થાપના કરવામાં આવે છે પરંતુ આ વર્ષે  કોરોના ના કારણે નાની માટી ની મુર્તિ લાવી ને સ્થાપના કરવામાં આવ્યું હતું.

https://divyamudita.com/guard-of-owner-ganpati-mehsana/વર્ષો પહેલા મહારાજ સયાજીરાવ ગાયકવાડ અહિયા પૂજન અર્ચન કરવા માટે આવતા હતા અને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થી સન્માનીત કરવામાં આવતા હતા.ત્યાર થી આજ સુધી તે પરંપરા અવિરત નિભાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ, આર્મી ના સૈનિક, પ્રધાનમંત્રી કે રાજકીય નેતા ને આપવામાં આવે છે પરંતુ મહેસાણા શહેર માં ગણપતિ દાદા ને ગાર્ડ ઓફ ઓનર આપી વિસર્જિત કરવામાં આવે છે.

સંકલન: દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts