લેખાનુભુતિ

ક્યારે પકડવું? ક્યારે અટકવું? અને કયારે છોડવું?

ક્યારે પકડવું ? હર્ષદ મેહતા થી રાકેશ ઝુનઝુનવાલ :
હર્ષદ મેહતા જયારે કવિન-વજીરની ચાલ ચાલતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલ હજુ પોન-પ્યાદાની ચાલ ચાલતા હતા. જ્યારે હર્ષદ મેહતા ચેક મેટ થઈ ગયા ત્યારે રાકેશ ઝુનઝુનવાલે હજુ વજીરની ચાલ ચાલવાનું શરૂ કરેલું. રાકેશભાઈ પણ હર્ષદભાઈ મેહતા પાસે થી કઈ ન શીખ્યા અને એ પણ કસમયે ચેક મેટ થઈ ગયા. આ બન્ને એમના સમયના બીગ બુલ હતા.https://divyamudita.com/when-to-catch-stop-and-leave/હર્ષદભાઈ તો યુવાનીમાં જ વિદાય થયા અને રાકેશભાઈ એ હજુ સીનીયર સિટીઝન પદવી મેળવી અને જીવન માણવાના દિવસો આવ્યા ત્યાં જ ગેમ સંકેલી લીધી.આ બન્ને પાસે તકને પકડી લેવાની ગજબની આવડત હતી. ક્યારે શેર લેવા અને ક્યારે વેચવા આ બંને તક ઝડપી લેવામાં આ બંને માહિર હતા. રાકેશભાઈ પાસે ખૂટે નહીં એટલી સંપતી હતી.આમ છતાં તેને માણી ન શક્યા.

ક્યાં અટકવું – લીઓ ટોલ્સટોય
ટોલસ્ટોયની એક વાર્તા હતી કે એક જમીનદાર પાસે હજારો વીઘા જમીન હતી એમાંથી એ અમુક જમીન દાન કરવા માગતો હતો.આથી તેણે જાહેરાત કરી કે સૂર્યોદય સમયે ગામને પાદર બધા આવી જાય. જે વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં જે કંઈ જમીન ચાલીને જઈ આવે તે જમીનનો તે માલિક તે થઈ જશે. આથી એક લોભી ખેડૂત હતો તેણે વધારેમાં વધારે જમીન લેવા એટલું ચાલ્યો કે જમવા માટે પણ ન રોકાયો. પરંતુ એ ખેડૂતને ખબર ન હતી કે ક્યાં અટકવું – ક્યારે અટકવું અથવા તો ક્યાંથી પાછા વળવું. પરિણામે મધ્યાન સમયે પાછા વળવું જોઈએ તેના બદલે ઢળતી સાંજે પાછા ફરવાનું શરૂ કર્યું. પરિણામે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં સૂર્યાસ્ત પહેલા પહોંચવા માટે ભૂખ્યા પેટે પણ એટલો સખત દોડ્યો કે નક્કી કરેલી જગ્યા પર પહોંચતા જ તેના પ્રાણ નીકળી જાય છે અને તેને ૬ ft ની જગ્યા મળે છે જ્યાં તેની કબર થાય છે.આમ મંજિલ સુધી પહોચવામાં કે મંજિલ મેળવવામાં જ જિંદગી પૂરી થઇ ગઈ. જીવવા માટે મંજિલ ચોક્કસ જોઈએ પણ મંજિલ માટે જ જીવન ન વેડફી નાખવાનું હોય.આથી ક્યાં અટકવું આ ખબર હોવી જોઈએ.

https://divyamudita.com/when-to-catch-stop-and-leave/ક્યારે છોડવું – કૃષ્ણ
જરાસંધ સાથે સતર સતર વખત લડાઈ કર્યા પછી મથુરા વાસીઓનું જીવન અસ્ત વ્યસ્થ થઈ ગયું હતું. જરાસંધને મથુરા સાથે વાંધો ન હતો પણ કૃષ્ણ સાથે જ વાંધો હતો.આથી એક યાદવે વૃષ્ટિ સંઘની મીટીંગમાં કૃષ્ણને કહ્યું કે તારા અમારા પર અપરમ્પાર ઉપકારો છે અમે તેનું ઋણ ચૂકવીએ તેટલું ઓછું છે પરંતુ સતર સતર વખત યુદ્ધ કરીને બધા થાક્યા છે અને જરાસંઘને તારી સાથે દુશ્મની છે. આથી જો તું મથુરા છોડી દે તો આ યુદ્ધ અટકી જાય કૃષ્ણ પણ વિચારે છે કે વાત તો સાચી છે. અને મથુરા છોડી દે છે લોકો રણછોડ કહેશે તેની ચિંતા ન કરી ફિકર ન કરી. આ પછી સોનાની દ્વારકા નિર્માણ કરી.

આ ત્રણેય પ્રસંગો પરથી લાગે કે જીવનના દરેક તબ્બકે આ ત્રણ ઘટનાઓ બનવાની છે. યુવાનીમાં આવતી તકને પકડવાની છે.જો યોગ્ય તક યોગ્ય સમયે ન પકડાય તો માણસે જીવનભર પસ્તાવું પડે છે. જેઓ ખુબ સમજુ અને શાર્પ છે તેઓ યોગ્ય તકને સમયસર પકડી લે છે. આથી જીવનમાં સતત પ્રગતિ કરતા રહે છે.આ પછીનો બીજો તબક્કો એટલે ક્યાં અટકવું એ ખબર નથી પડતી.આપણું શરીર આપણને સંકેત આપે છે કે ભાઈ હું ડાયાબિટીસ છું બોર્ડર પર ચક્કર લગાવું છું અને તને કહેવા આવું છું કે અટકી જા. હું બી.પી. છું અને હજુ તારી હદમાં પ્રવેશ કર્યો નથી ત્યાં સુધીમાં તું અટકી જા. પરંતુ આપણે તો પેલા ખેડૂતની જેમ વધુને વધુ જમીન હાસિલ કરવાની જેમ વધુને વધુ બેંક બેલેન્સની મંજિલ મેળવવામાં આ સરહદે લડતા દુશ્મનો તરફ ધ્યાન જ નથી આપતા. પરિણામે હર્ષદ મેહતા કે રાકેશ ઝુનઝુનવાલ કે પેલા ખેડૂતની જેમ બધું મેળવ્યા છતાં કઈ જ ભોગવી નથી શકતા. આપણે જીવનને અલવિદા કહેવું પડે છે.કૃષ્ણને કંસને મારી નાખવાની તક ઝડપતા પણ આવડી, જરાસંધ સાથે યુદ્ધમાં અટકતા પણ આવડ્યું અને રણછોડરાય થઇને મથુરા છોડતા પણ આવડ્યું. જીવનના ત્રણેય તબક્કા જીવી દેખાડ્યા. આવા તો અનેક પ્રંસગો કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. જ્યાં ક્યાં પકડવું , ક્યાં અટકવું અને ક્યાં છોડવું આ કૃષ્ણના જીવનમાં જોવા મળે છે.

સંકલિત : દિવ્યામુદિતા ટીમ

Related Posts