લેખાનુભુતિ

ભારતની પ્રથમ પોલીસ અધિકારી બનનાર ટ્રાન્સજેન્ડર મહિલા કે.પ્રીતિકા યશીની

કે.પ્રીતિકા યશીની એ ભારતની પોલીસ અધિકારી બનનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા છે. તે તામિલનાડુમા પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઈન્સ્પેકટર તરીકે કામ કરી રહ્યા છે. પ્રીતિકા યશીનીનો જન્મ તામિલનાડુના સાલેમમા થયો હતો. તેના પિતા એક ડ્રાઈવર હતા. તેનું નામ પ્રદીપ રાખવામા આવ્યું હતું. તેનું બાળપણ ખુબજ મુશ્કેલીમાં વીત્યું હતું. તે જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે તેને કઈક અલગ જ લાગવા લાગ્યું હતું. તેને છોકરા જેવુ લાગતું જ નહોતું. તે મુંઝવણમા હતો અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નહોતો. તે જે સમયથી પસાર થતો હતો તે તેના માતાપિતાને કહેતા પણ ડર લાગતો હતો. શાળામાં પણ બધા તેને હેરાન કરતાં હતા. તેને કોઈ મદદ કરતું નહીં. શાળાના શૌચાલયમા પણ તેને અવગણવામાં આવતો હતો. જ્યારે તેણે તેના ડ્રાઈવર પિતા ને સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતા માતાને જાણ કરી કે તે જાતિય શસ્ત્રક્રિયા કરવા માંગે છે ત્યારે તેઓને આંચકો લાગ્યો. તેઓ તેને જુદા જુદા ડોક્ટર પાસે, જ્યોતિષી પાસે અને મંદિરોમા લઈ જતાં હતા.જેથી તે છોકરા તરીકે રહી શકે. તેને તે સમય દરમ્યાન કમ્પ્યુટર માં અંડરગ્રેજ્યુએશન પૂરું કર્યું.

https://divyamudita.com/k-pritika-yashini/ગ્રેજ્યુએશન ના ત્રીજા સેમિસ્ટર દરમ્યાન સમાજના તિરસ્કાર અને કઈક અલગ કરવાની નેમ સાથે તે 2011 માં ઘર છોડી ને 300 કિલોમીટર દૂર ચેન્નઈ ભાગી ગયો.. પ્રથમ રાત્રિ દરમ્યાન આખી રાત બસ સ્ટેન્ડ પર વિતાવી હતી. ત્યાં તેને ભેદભાવનો સામનો કરવો પડ્યો અને કોઈ મકાન ભાડે આપવા તૈયાર નહોતું. ત્યારબાદ લાંબા સંઘર્ષબાદ તેને ચેન્નઈના ટ્રાન્સજેન્ડર સમુદાયમાં સ્થાન મળ્યું અને પ્રદીપકુમાર માંથી પ્રીતિકા યશીની બની ગઈ. તે જ્યાં પણ ઇન્ટરવ્યુ આપવા જાય ત્યાંથી કાઢી મુકવામાં આવતો હતો. તેણે ચેન્નઈમાં કારકિર્દીની શરૂઆત કરતાં મહિલા છાત્રાલયમાં વોર્ડન તરીકે કામ કર્યું. તેમજ કાઉન્સીલિંગ કંપની અને ખાનગી હોસ્પીટલમાં પણ કામ કર્યું. પોલીસ અધિકારી બનવાના બાળપણના સપનાને સાકર કરવામાં તેને 6 વર્ષ જેટલો સમય લાગ્યો. તામિલનાડુ યુનિફોર્મડ સર્વિસ ભર્તી બોર્ડ દ્વારા 1087 ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી જેમાં પ્રીતિકા એ પણ પોલીસ સબ ઈન્સ્પેકટર માટે અરજી કરી. પરંતુ તેની અરજી ટ્રાન્સવુમન હોવાને કારણે ના મંજૂર કરવામાં આવી. તેણે તામિલનાડુ યુનિફોર્મડ સર્વિસ ભર્તી બોર્ડના નિર્ણય ને મદ્રાસ હાઇકોર્ટ અને બીજી અદલતોમાં પડકાર્યો. જેમાં મદ્રાસ કોર્ટે તેને લેખિત પરીક્ષામાં બેસવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો. શારીરિક કસોટીમા તે 1.11 સેકન્ડ મોડા પડવાથી ભરતી માટે ગેરલાયક ઠરી. જેમાં કોર્ટને ફરીથી દરમ્યાનગીરી કરી આદેશ આપવો પડ્યોકે અરજીને ગેરલાયક ઠરાવવા માટે 100 મીટરની કસોટીમાં 1.11 સેકંડનો વિલંબ તેની ભરતી માટે અવરોધ ના બની શકે. કોર્ટે નોંધ્યુંકે ટ્રાન્સજેન્ડર સમુદાય પર થતાં ભેદભાવને ધ્યાનમાં રાખવાની જરૂર છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પણ જાહેર રોજગારની તકો મળવી જોઈએ. કોર્ટના ચુકાદાને કારણે તેમણે પરીક્ષા આપી તેમજ ઉતીર્ણ પણ થયા.

તેમને બિહાઇન્ડવુડ્સ 2019 નો ટ્રાન્સજેન્ડર પોલીસ અધિકારીનો એવોર્ડ મળ્યો છે

પોલીસ એકેડેમીમા એક વર્ષની તાલીમ પૂર્ણ કરી તેઓએ તામિલનાડુના ધર્મપુરી જીલ્લામાં સબ ઈન્સ્પેકટર તરીકે એપ્રિલ 2017માં ચાર્જ સંભાળ્યો. પ્રીતિકા યશીની જેણે નિરંતર લડત આપી હતી અને દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઈન્સ્પેકટર બનવાનું બહુમાન મેળવેલ છે. પ્રીતિકા યશીની સમાન સેવામાં પ્રવેશનાર પ્રથમ ટ્રાન્સસેક્સુયલ છે. તેમને બિહાઇન્ડવુડ્સ 2019 નો ટ્રાન્સજેન્ડર પોલીસ અધિકારીનો એવોર્ડ મળ્યો છે. તેણે જીવનમાં ખુબજ મુશ્કેલીનો સામનો કર્યો છે.

સંકલન : જયેશ પ્રજાપતિ || ફોટો સોર્સ : ગુગલ

Related Posts