લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૩

ગયા લેખમાં આપણે આત્માનું સ્વરૂપ અને આત્મા- શરીરનો સંબંધ જોયો. ગીતા વાંચનમાં જીવનના સારરૂપ કેટલાક ઉપદેશો છે. જે આપણને જિંદગીના કોઈપણ તબક્કે સનાતન સત્ય લાગે. અને જિંદગીની કોઈપણ સમસ્યામાં આપણા મનને તટસ્થ જાળવી રાખે.
જેમ પ્રવાહી ધાતુ ‘ પારો ‘ જેને અંગ્રેજીમાં ‘મરક્યુરી’ કહેવામાં આવે છે. તેના અલગ-અલગ ભાગોને નજીક લાવતાં તે એક થઈ જાય છે. તેમ આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે. વ્યક્તિગત આત્મા માયા શક્તિ વડે આવૃત થવાનું વલણ ધરાવતો હોવાથી તે શરીર ધારણ કરે છે. શરીરથી આવૃત થાય છે વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે. ભૌતિક મલિનતામાંથી મુક્ત થયા પછી અણુંઆત્મા પરમાત્માના એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દેદીપ્યમાન કિરણો સાથે દિવ્ય ગ્રહોમાં પ્રવેશ કરે છે. જીવ-આત્મા ભગવાનના સમગ્ર સર્જનમાં ફેલાયેલા છે. તેઓ જમીન પર, હવામાં,ભૂમિમાં તથા અગ્નિ સુધ્ધાંમાં વસે છે. તેઓ અગ્નિમાં સ્વાહા એટલે કે હોમાઈ જાય છે તેમ માન્યતા સ્વીકાર્ય નથી. કારણ કે આત્માને અગ્નિથી બાળી શકાતો નથી. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. માટે તારે શરીરનો શોક ન કરવો જોઈએ. જો તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને હંમેશ માટે મૃત્યુ પામે છે. તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. હજી પણ અર્જુનને વધુ સમજાવતાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જેણે જન્મ લીધો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને મરણ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય તેવા તારા કર્તવ્યકર્મ માટે તું શોક ન કર.

https://divyamudita.com/bhagvad-geeta-ark-13/મનુષ્યને પોતાના કર્મ અનુસાર જન્મ લેવો પડે છે. અને કર્મ અવધિ સમાપ્ત થયે તેને મરવું પડે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ ભગવાનની ઈચ્છાથી થતું હોવાથી તે અનિવાર્ય હતું. પોતાના યોગ્ય કર્તવ્ય ધર્મનું પાલન ટાળવાથી અર્જુન સ્વજનોના મરણને રોકી શકવાનો ન હતો. અને જો તે કર્મનો ખોટો માર્ગ પસંદ કરે તો તેનું પતન થઈ જાય… બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે. મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી તેના માટે શોક કરવાની શી જરૂર? જેમ કોઈ વિશાળ ગગનચુંબી ઈમારત પૃથ્વીના ઘટકોમાંથી જ બનાવવામાં આવે છે. જ્યારે તેને તોડી પાડવામાં આવે ત્યારે ઈમારત રૂપે વ્યક્ત થયેલી બધી વસ્તુઓ ફરીથી અવ્યક્ત થઈ જાય છે. અને અંતે પરમાણુ રૂપ બને છે. તો પછી આપણે વ્યક્ત કે અવ્યક્ત અવસ્થા માટે શોક શા માટે કરવાનો? આત્મા માટે શરીર એક વસ્ત્ર સમાન છે. તો પછી જો વસ્ત્ર પરિવર્તન થાય તો તેનો શોક શા માટે? ભૌતિક શરીર એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાંથી જ્યારે જાગીએ છીએ ત્યારે તે ભૌતિક શરીર અસ્તિત્વમાં નથી હોતું. શ્રીકૃષ્ણ ભગવાન આ બધો જીવનનો અર્ક અર્જુનને યુદ્ધના મેદાનમાં સમજાવે છે અને તેને તેના ક્ષત્રિય ધર્મના કર્તવ્ય પ્રત્યે સજાગ કરે છે. ક્ષત્રિયનો ધર્મ છે કે જયારે કોઈ યુદ્ધ માટે લલકારે ત્યારે ક્ષત્રિયે ક્યારેય પાછી પાની ન કરવી જોઈએ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-13/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts