નિત્ય સમાચાર

કોલસાની ખીણ માં અંડર ગ્રાઉન્ડ કામ કરનારી કોલ ઈન્ડિયા ની પહેલી ભારતીય મહિલા માઇનિંગ એંજિનિયર

આજ ના સમય માં દરેક ક્ષેત્ર માં મહિલાઓ એ હરણ ફાળ ભરી છે રાજકારણ, એર ફોર્સ, તબીબી ક્ષેત્ર, બૅન્કિંગ વગેરે ક્ષેત્રો માં આગળ વધી રહી છે. આ વાત છે એક એવી યુવતી ની જેણે એવા ફિલ્ડ માં ઇતિહાસ રચ્યો છે જેમાં બહુ ઓછી મહિલાઓ કામ કરતી હોય છે એ યુવતી ઝારખંડ ના હજારીબાગ ના બરકાગામ ની આકાંક્ષા કુમારી છે જે 25 વર્ષ ની ઉમ્મરે સૌ પ્રથમ કોલસાની ખીણ માં અંડર ગ્રાઉન્ડ કામ કરનારી કોલ ઈન્ડિયા ની પહેલી ભારતીય મહિલા માઇનિંગ એંજિનિયર બની ગઈ છે. આ સિધ્ધી બદલ દેશભર માંથી તેની પર અભિનંદન નો વરસાદ થઈ રહ્યો છે. નાનપણ થી કોલસાની ખાણ માં થઈ રહેલી ગતિવિધિ ને ધ્યાન થી જોતી એમાં રસ પડતાં આજ ફિલ્ડ માં કેરિયર બનાવવાનો નિર્ણય કર્યો. નવોદય વિદ્યાલય માં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બિરસા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી સીંદરી ધનબાદ થી માઇનિંગ એન્જીનિયરીંગ માં ગ્રેજ્યુએશન કર્યું. ત્રણ વર્ષ ઝીંક લિમિટેડ ની ખાણ માં કામ કર્યા પછી સેંટ્રલ કોલ લિમિટેડ માં જોડાઈ જે તેના જીવન નો મહત્વ નો વળાંક અને પ્રગતિ કરવા માટે નો ધ્યેય મળ્યો.

https://divyamudita.com/akanksha-mining-engneer/તે અત્યારે ઝારખંડ ના કરણપુરા એરિયા માં CIL કોલ ઈન્ડિયા લિમિટેડ ની અંતર્ગત આવેલી કંપની CCL ની અંડર ગ્રાઉન્ડ માઇન્સ માં આકાંક્ષા જવાબદારી નિભાવી રહી છે. બાળપણ થી સાહસિક વૃતિ વાળી આકાંક્ષા પોતાના જીવન વિષે જણાવતા કહે છે કે એના ઘર ની આજુ બાજુ કોલસા ની અનેક ખાણ છે મારા દાદા પણ બળતણ લેવા માટે નિયમિત આ ખાણો માં જતાં. જીજ્ઞાસાવશ દાદા ને સવાલ કરતી કે ખાણ માં કેમ જાય છે ત્યારે દાદા સમજાવતા કે જેમ ખેતર માં અનાજ ઊગે તેમ ખાણ માં બળતણ માટે કોલસા ઊગે છે ત્યારથી ખાણ વિષે જાણવાની ઉત્સુકતા વધી અને તેમાં પડકાર પણ લાગ્યો એટ્લે આ ફિલ્ડ માં આગળ વધવાનો નિર્ણય કર્યો. આકાંક્ષાનું માનવું છે કે દરેક ક્ષેત્ર આ પડકાર તો હોય જ છે પણ એમનો સામનો કરવાથી જ આગળ વધી શકાય છે. મારા જીવન વિકાસ માં મારા પિતા નો બહુ મોટો પ્રેરણાદાઇ ફાળો રહ્યો છે તેમણે દરેક સંજોગો માં મારો સાથ આપ્યો છે.

 

સંકલન : દિવ્યા મુદિતા , ફોટો સોર્સ : ગુગલ 

Related Posts