મીઠા લીમડાના પાનના ફાયદા
મીઠા લીમડાના પાનના સેવનથી થાય છે અનેક ફાયદા દરરોજ 10-15 મીઠા લીમડાના પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. મીઠા લીમડાના પાન ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો ઓછો થઈ જાય છે. મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે ધીમે દૂર થવા લાગે છે. મીઠા લીમડાના પાંદડામાં આલ્ક્લોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણા શરીરમાં એન્ટી ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મીઠા લીમડાના પાંદડા શરીરને ફ્રી રેડીકલ્સથી તથા નુકસાનથી બચાવી શકે છે. દરરોજ મીઠા લીમડાના પાંદડા ખાવાથી તમારા શરીરમાં પોષણ તત્વ મળે છે અને શરીરમાં ચરબી હોય તે થતી અટકાવે છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થઈ જાય છે. લીમડાના પાનમાં કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ મીઠા પાંદડાઓમાં છુપાયેલા સંયોજનનો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસ રાઇડ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પાંદડામાંથી હૃદય રોગથી બચાવવા મદદ મળી શકે છે. દરરોજ મીઠા લીમડાનું સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે. મીઠા લીમડાના પાંદડા આપના મગજ સહિત સમગ્ર ચેતાતંત્ર અને સુરક્ષિત કરી શકે છે. મીઠા લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે, મીઠા લીમડાનો અર્ક હાઈ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. આ પાંદડા કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. મીઠા લીમડાના પાંદડા તમારી ઇન્સ્યુલિન પ્રવૃત્તિને વેગ આપે છે. જે ખાંડના સ્તરને નિયંત્રિત કરવાનું સરળ બનાવે છે. મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ રસોડામાં પણ કરવામાં આવે છે. મીઠા લીમડાના પાન આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. જે રોગોથી બચાવે છે.
Writer : Sapna Joshi || Teacher