નિત્ય સમાચાર

“૨,ઓકટોબર, ગાંધીજયંતિ”

આપણા ભારત દેશમાં દર વર્ષે ૨જી ઓકટોબરે ‘ગાંધી જયંતિ’ ઊજવવામાં આવે છે.‌‌‌‌‌‌‌ આ વર્ષ ગાંધીજીની ૧૫૨ મી જન્મજ્યતિ ઉજવવામાં આવશે. ગાંધીજીનું પૂરું નામ ” મોહનદાસ કરમચંદ ગાંધી ” હતું. તેમનો જન્મ ૨ ઓકટોબર, ૧૮૬૯ ના રોજ ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના પિતાનું નામ ‘ કરમચંદ ગાંધી’હતુ અને તેમની માતાનું નામ ‘પુતળીબાઈ‌’ હતું. તેમના પત્નીનુ નામ ‘કસ્તૂરબા હતું. ગાંધીજીએ લંડનમાં જઈને વકીલાતની ડિગ્રી મેળવી હતી. મહાત્મા ગાંધી દેશનાં રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખાય છે. ગાંધીજીએ સમાજ અને લોકોના હિત માટે ખુબજ સંઘર્ષ કર્યા અને એથી જ દેશનાં બધા લોકોએ ગાંધીજીને ‘મહાત્મા ગાંધી’ એવું નામ આપ્યું અને તેઓ મહાત્મા ગાંધી તરીકે ઓળખાયા. ગાંધીજી હંમેશા ખાદીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા. ગાંધીજી જ્યારે લંડનથી વકીલાતનુ શિક્ષણ મેળવીને પોતાના દેશમાં પાછા ફર્યા ત્યારે ભારતમાં પગ મુક્તાની સાથે જ એવા દ્રશ્યો જોવે છે કે,તેમને ધ્રાસ્કો પડે છે.લોકોને પહેરવા માટે કપડાં પણ નથી .આથિક રીતે પણ લોકો બેરોજગાર છે.આવી પરિસ્થિતિ જોઈને ગાંધીજી એ પણ નક્કી કર્યું કે , ‘ જ્યાં સુધી હું મારા દેશ ને આઝાદી નહીં અપાવુ ત્યાં સુધી હું પણ વસ્ત્ર નહીં પહેરું ,વસ્ત્રોનો ત્યાગ કરીશ .’ અને આવી પ્રતિજ્ઞાથી તેઓ આઝાદીના ચળવળમાં જોડાયાં.

https://divyamudita.com/gandhi-jayanti/ગાંધીજી એવું જ માનતા કે, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય એ મારો ભગવાન છે, અને અહિંસા એને મેળવવાનુ સાધન છે. તેમણે બ્રિટિશ સરકાર અને અહિંસક સામે અવાજ ઉઠાવ્યો હતો અને આ અહિંસક ચળવળ માટે ગાંધીજીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મળી છે. ગાંધીજીએ પોતાનું આખું જીવન સ્વતંત્રતા સંગ્રામ માટે સમર્પિત કર્યું. ગાંધીજીના મતે ,’આઝાદી અથૅહીન છે. જો તેમાં ભૂલો કરવાની સ્વતંત્રતા સામેલ ન હોય’. ગાંધીજી દરેકને સમાન ગણતા. ગાંધીજીમા સાદગી જોવા મળતી હતી. ૨,ઑક્ટોબરે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમનાં મનપસંદ ગીતો, જેવા કે,” રઘુપતિ રાઘવ રાજા રામ “, વૈષ્ણવજન તો તેને રે કહીયે ” આવા મોટા ભાગના ભજનો ગવાતા હોય છે. મહાત્મા ગાંધીજીની હત્યા નથ્થુરામ ગોડસે એ કરી હતી.આ હત્યા બાદ નથ્થુરામ ગોડસેને ફાંસીની સજા આપવામાં આવી.આજે ગાંધીજી જીવતા હોત તો ૧૫૪ વર્ષના થયા હોત.તેમનાં નિર્વાણને પણ આજે ૭૫ વર્ષ થઈ ગયા. ગાંધીજી એવું માનતા હતા કે ,જેટલી વસ્તુની જરૂરીયાત હોય એટલીજ પાસે રાખવી , વધારાની રાખવી એ પાપ છે. ગાંધીજીએ દેશની ગરીબ મહિલાની સ્થિતિ જોઈને પોતાના વસ્રો નો પણ ત્યાગ કરી દીધો.ગાંધીજી ફક્ત બીજાને જ ઉપદેશ આપતા નહીં,પરંતુ ,એ ઉપદેશનુ પોતે પણ આચરણ કરતા હતા. લોકો પોતાની જમીન, મિલકત, ઘરબાર, કુટુંબ, વૈભવ વગેરે છોડીને ગાંધીજીની સાથે ચળવળમા જોડાયા હતા. લોકો તેમની પાછળ ગાંડાની જેમ ફરતા હતા. ગાંધીજીના મતે, આપણે જેવું વિચારીએ તેવા બનીએ. તેઓ નશીબમાં માનતા ન હતા .તેઓ એમ જ કહેતા કે, આપણે જે પણ કાર્ય કરીએ એનો પ્રચાર કરવાની જરૂર નથી,લોકો આપણાં કામને જાતેજ વખાણશે. આથી, ગાંધીજ્યંતીના દિવસે આપણે સૌ નક્કી કરીએ કે, કોઇ પણ એક વાત તો ગાંધીજીની આપણાં જીવનમા અમલ કરીએ.

Writer : Aarti Prajapati || Teacher

Related Posts