નિત્ય સમાચાર

વણજોઈતી શુગરથી બચવાના સ્વીટ સિક્રેટ્સ

ગુજરાતીમાં એક કહેવત છે, “પહેલું સુખ તે જાતે નર્યા.” આજકાલની આપણી ભાગદોડની લાઈફમાં અનેક પ્રકારના બદલાવ,રોજીંદા કાર્યો, વ્યસ્ત જીવન વગેરેના લીધે આપણે આપણા સ્વાસ્થ્યને પૂરતું ધ્યાન આપી સકતા નથી. એમાં પણ આજકાલ બહારનું જંકફૂડનુ સેવન વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘરનો ખોરાક બંધ થઈ ગયો અને બહારનો ખોરાક વધારે લેવાઇ રહ્યો છે. એના કારણે બિમારીઓ પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અત્યારના સમયમાં શુગરનુ સેવન વધારે પ્રમાણમાં જોવા મળે છે. આપણી હેલ્ધીલાઇફ્ સ્ટાઈલને સારી રાખવા માટે શુગરનુ સેવન બને ત્યાં સુધી ન કરીએ એટલું જ સારું છે. કારણકે શુગરએ આપણા જીવનને બગાડી નાખે છે. શુગરનો વધારે વપરાશ કરવાથી શરીરમાં ડાયાબિટીસ,ઓબેસિટી, મેદ્સ્વિતા અને બીજી ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા છે. આવી બીમારીઓથી બચવા માટે આપણે શુગર તો બંધ કરી દઈએ છીએ પણ સૌથી મહત્વની બાબત એ છે કે,ખાદ્યપદાર્થોમા સિક્રેટ શુગર હોય છે એને પણ દૂર કરવી જોઈએ, એવા પદાર્થોનો ઉપયોગ પણ બંધ કરવો જોઇએ. હવે તો માર્કેટમા અલગ-અલગ પ્રકારના ખાદ્યપદાર્થો જોવા મળે છે.આ ફૂડમાં શુગર ‘હાઇ-ફુડટોઝ કોનૅ સિરપ,ડેસ્કટો્સ,માલ્ટોઝ’ વગેરે નામની શુગર આપણા ખોરાકમા ભળી જાય છે અને બીમારીને નોતરે છે. તો આવી બીમારીને પણ અટકાવી શકાય છે.સૌથી પહેલા તો આપણે બજારમાંથી કોઇ પણ ખાદ્યપદાર્થ ખરીદીએ ત્યારે સૌથી પહેલા તેની ગુણવત્તા વિશે અને તેમાં કઈ -કઈ વસ્તુનો વપરાશ થયેલો છે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણે આપણાં આહારમાં શુગર બંધ કરી ગોળનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઇએ, અને એ પણ દેશી ગોળનો વપરાશ વધારે કરવો જેથી બીમારી થવાની સંભાવના રહે જ નહીં.

https://divyamudita.com/sweet-secrets-to-avoiding-unwanted-sugar/સૌથી પહેલા સવારે ઊઠીએ ત્યારે ખબર વગર સુગરથી ભરપૂર હોય તેવી વસ્તુનુ સેવન,અલગ-અલગ પ્રકારનાં નાસ્તાઓ, ગ્રેનોલા બાર, સ્વાદવાળું દહીં.આ દરેક ખાદ્યપદાર્થો હેલ્ધી તો છે જ પણ આમાં મોટા પ્રમાણમાં શુગરનુ પ્રમાણ રહેલું છે. સિક્રેટ શુગર માત્ર આહારમા જ નથી હોતી, ઠંડા પીણામાં પણ જોવા મળે છે. એનર્જી ડ્રિન્ક, તાજો જ્યુસ વગેરેમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. તો શુગર ન હોય તેવા,જેમકે સાદું પાણી, હર્બલ-ટી, ગ્રીન-ટી, તાજા ફળોનો જયૂસ વગેરેનું સેવન કરવો જોઈએ. સોસની વાત કરીએ તો બાર્બેક્યુ સોસ, કેચપ, સલાડ ડ્રેસિંગ વગેરેમાં પણ મોટા પ્રમાણમાં શુગર હોય છે. તો એના બદલે ઓલિવ ઓઇલ,વિનેગાર ઘરે બનાવેલા ડ્રેસિંગનો ઉપયોગ કરવો. આના સિવાય મસ્ટડૅ સોસ અથવા હોટ સોસનો ઉપયોગ કરી શકાય. હવે તો ફળોની પસંદગીમા પણ સાવધાની રાખવી પડે છે. ફળોએ આપણને કુદરતે આપેલી બક્ષીસ છે.પરંતુ જો આ ફળોનો આપણાં રોજીંદા જીવનમાં વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો નુક્શાનકારક ગણાય છે. કારણ કે ફળોમાં પણ શુગર હોય છે.

Writer : Aarti Prajapati || Teacher

Related Posts