લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૭

શાંતિ : :  આપણે જ્યારે કોઈને ફોન કરીએ છીએ ત્યારે પૂછીએ છીએ કે “કેમ છો?” તો સામેથી જવાબ આવશે “બસ, જો શાંતિ છે”. કયારેક આપણે ઓટલે બેઠા હોઈએ ને સામે બાળકો રમતા રમતા ઘોંઘાટ કરવા લાગે ત્યારે એનાથી અકળાઈને આપણે એમને છણકો કરી દેતાં હોઈએ છીએ. અને બોલીએ છીએ કે “દૂર જઈને રમો. મને શાંતિથી બેસવા દો”. તો ક્યારેક બધાથી દૂર જઈ થોડાક શાંત થઈ બેઠા હોઈએ અને એટલામાં તમારું જ બાળક ધબ દઈને તમારા ખોળામાં આવીને બેસે અને ધમાલ કરે ત્યારે તેને છણકાવી દઈને તમે બોલી ઊઠશો કે” મને થોડું શાંતિથી બેસવા તો દો”. તો આ બધા પ્રસંગોમાં ‘શાંતિ’ને મહત્ત્વ આપવામાં આવેલું છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-17/બુદ્ધ ભગવાને શાંતિ માટે મૌન જાળવી, ધ્યાન (મેડીટેશન) કરવાનું કહેલું. હવે ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ઘોંઘાટમાંએ સંસારમાં રહીને શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તે જોઈએ. ભગવાન કહે છે કે જેમ સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભૌતિક શરીર પર કે પછી કોઇપણ વસ્તુ પર મિથ્યા સ્વામી ભાવ રાખ્યા વિના ભગવાનના સેવક તરીકેની ભાવના કેળવવી જોઈએ. જગતમાં કે પોતાની સાથે જે કંઈ થઈ રહ્યું છે તેમાં માણસે “મેં કર્યું”, “મારું છે”, “મારાથી થયું”… વગેરે ભાવનાઓનો ત્યાગ કરી જે કંઈ થઈ રહ્યું છે તે ફક્ત સૃષ્ટિના નિર્માતા ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. તેમાં હું ફક્ત એક સાધન જ છું.વાયા મીડિયા જ છું. હું એક આજ્ઞાકારી ભગવાનનો સેવક જ છું. તેવી માનસિકતા કેળવવી જોઈએ. અને જો એવી માનસિકતા કેળવાશે તો આપણું મન કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેશે. અને સારી કે નરસી પરિસ્થિતિમાં દુઃખનો અનુભવ નહીં રહે. તટસ્થતા કેળવાતી જશે. અને હા, આ પ્રોસેસ કોઈ રાતોરાત નઈ થઈ જાય. પણ નાની-મોટી ઘટનાઓમાં મનને ધીરે ધીરે અને સતત કેળવતાં જઈશું તો જીવનની સનાતન સ્થિતિ પ્રાપ્ત કરી શકીશું. અને શાંતિ પ્રાપ્ત થશે.
આ બધું કરવું કઠિન તો છે પરંતુ અશક્ય નથી. અને એટલે જ નિયમિત ગીતા વાંચન કે કોઈ પણ ધાર્મિક પુસ્તક (કારણ કે દરેક ધાર્મિક પુસ્તકનો સારાંશ આ જ છે) વાંચતાં રહેશો તો આપણું મન ગમે તે પરિસ્થિતિમાં હકીકતમાં શાંત રહેશે. જય શ્રી કૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-ark-17/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts