લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક – 32

શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પોતાનું અનંત સ્વરૂપ બતાવતા કહે છે કે જગતમાં જે કંઈ ભૌતિક અને અધ્યાત્મિક છે તે બંને શક્તિઓમાં સર્વ જીવોનો ઉદ્ભવ છે. જેમ મોતી દોરામાં પરવાઈને એક સુંદર માળા બને છે તેમ દરેક જીવ એક પરમ શક્તિ, એક શ્રેષ્ઠ શક્તિ એવા ભગવાન સાથે જોડાયેલ છે અને સુંદર જગતની રચના થયેલ છે. ભગવાન સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ છે અને મહાનથી પણ મહાનતમ છે. તેઓ એક મુખ્ય વૃક્ષની જેમ સ્થિત છે. તેઓ દિવ્ય આકાશને પ્રકાશિત કરે છે. તેઓ પાણીમાં સ્વાદ છે. સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ છે. વૈદિક મંત્રોમાં તેઓ ૐકાર છે. આકાશમાં શબ્દ છે અને મનુષ્યમાં સામર્થ્ય છે. તેઓ એક સર્વ વ્યાપક શક્તિ છે. તેઓ પૃથ્વીની આદ્ય સુગંધ છે. અને અગ્નિની ઉષ્ણતા છે. જીવ માત્રનું જીવન છે. અને તપસ્વીઓનું તપ છે. તેઓ સર્વ જીવોનું આદિ બીજ છે. બુદ્ધિમાનોની બુદ્ધિ છે. અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ છે. હજીયે ભગવાન પોતાના વિવિધ સ્થાનોએ રહેલા વિવિધ રૂપોની સમજ અર્જુનને આપે છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-32/ભગવાન કહે છે કે તેઓ બળવાનોનું કામ અને વાસના રહિત બળ છે. આટલું જ નહીં પરંતુ ધર્મના વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન પણ તેઓ જ છે. જે લોકો સર્વ શક્તિશાળી શક્તિ એવા ભગવાનને આધીન થઈ જીવન વ્યતિત કરે છે તેઓના બધા દુઃખો ભગવાન હરી લે છે. મનુષ્યના ચાર વર્ગો છે: કોઈ દુઃખી, ધનની આકાંક્ષા રાખનારા, કોઈ વિષય પ્રત્યે જિજ્ઞાસા ધરાવનારા અને કોઈ પરમ સત્યના જ્ઞાનની શોધ કરતા મનુષ્ય. ભગવદગીતામાં જણાવ્યું છે કે આવા ચાર પ્રકારના લોકો સાચા અર્થમાં શુદ્ધ ભક્તો નથી કારણ કે એ પોતાની કોઈને કોઈ પ્રકારની આકાંક્ષાઓની પૂર્તિ માટે ભક્તિ કરે છે. અને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સાચો ભક્ત તે છે જેની ભક્તિ નિષ્કામ હોય. અને તેઓ તેમાં કોઈ પણ પ્રકારના લાભની આકાંક્ષા રાખવામાં ન આવી હોય. પરંતુ આ ચારેય પ્રકારના મનુષ્યો પણ શુદ્ધ ભક્ત બની શકે છે. જ્યારે તેઓ કોઈપણ ભૌતિક લાભ પામવાની ઈચ્છા વગર જો ભક્તિ કરે તો તેઓ ચોક્કસ શુદ્ધ ભક્ત, કૃષ્ણ પારાયણ યુક્ત ભક્ત બની શકે છે. તેવા લોકોમાં હું આત્મા સ્વરૂપ છું. હજી પણ વધુ શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના વિરાટ અનંત સ્વરૂપને વર્ણવતા કહે છે કે તેઓ સ્વાર્થી, કપટી, અભિમાની, ક્રોધી મનુષ્ય સામે ક્યારેય પ્રગટ નથી થતા. તે વખતે તેઓ પોતાની અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહે છે. તેઓ એ પણ જણાવે છે કે તેઓ અજન્મા તથા અવિનાશી છે. તેઓ ભૂતકાળમાં થયેલું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે થવાનું છે તે બધું જ જાણે છે. તે બધા જીવોના જીવનને જાણે છે….

https://divyamudita.com/bhagvad-geeta-ark-32/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts