ભગવદ્ ગીતા અર્ક:25
મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ અથવા મુક્તિ ક્યારે પામે છે? તેના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓ થી પર થયેલા છે, જેમના મન આત્મ-સાક્ષાત્કારમાં લીન છે, જેઓ ફક્ત જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે તેઓ બ્રહ્મમાં નિર્વાણ પામે છે. આ ઉપરાંત, જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા સતત પ્રયાસ કરનારા છે તેમની મુક્તિ સુનિશ્ચિત હોય છે. મનુષ્ય યોગ દ્વારા યોગી બની શકે છે. ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખી શકે છે.
અહીં શ્રીકૃષ્ણ પ્રાણાયામ, ભ્રામરી, લોમ-અનુલોમ પર ચર્ચા કરી રહ્યા છે. જેનાથી આપણે બધા હવે ખૂબ સારી રીતે પરિચિત છીએ. દરરોજ નિયમિત 15 થી 20 મિનિટ આ પ્રાણાયામ કરવાથી સંસારમાં રહીને પણ આપણી ઘણી કામનાઓ, ઈચ્છાઓ, ઈન્દ્રિયો પર થોડે ગણે અંશે નિયમન કરી શકીએ છીએ. મનની ચંચળતાને સ્થિર કરી શકીએ છીએ. ક્રોધ પર નિયંત્રણ લાવી શકીએ છીએ. અને પરિણામે શાંતિ તરફ જઈ શકીએ છીએ. યોગ, જે મનુષ્યને ઈન્દ્રિયો પર નિયંત્રણ કરવામાં અને કામ તથા ક્રોધના પ્રભાવને જીતવામાં સહાય કરે છે. જે મનુષ્ય મનોવિકારોને વશમાં રાખી શકે છે તે દિવ્ય અવસ્થામાં સ્થિત થાય છે. યમ-નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા,ધ્યાન તથા સમાધિની સાધના દ્વારા ધીરે-ધીરે મનુષ્યને શાંતિ મળતી થાય છે. જે જીવનની પરમસિદ્ધિ છે.
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International