લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-3 અધ્યાય-1

જુગારમાં હારી જતાં પાંડવોને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. 13 વર્ષના વનવાસ બાદ પાંડવોનો શું થયું? તે હવે આપણે જોઈએ. ભગવદ ગીતાના વાંચન દ્વારા જીવન પ્રત્યે સાક્ષીભાવ કેવી રીતે કેળવવો તે શીખવા મળે છે. જીંદગી જીવવાની જડીબુટ્ટી સમાન ભગવદ્ ગીતામાં પાંડવો- કૌરવો વચ્ચે થયેલા યુધ્ધની ચર્ચા છે.ભાઈ- ભાઈ વચ્ચે સંપત્તિને લઈને એ જમાનામાં પણ યુધ્ધ થતાં હતાં અને આજે પણ થાય છે. પરંતું તેમના જીવન ચરિત્ર વિશે જાણ્યા બાદ આપણને આપણા જીવનમાં બનતી વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું તેનો બોધ, ઉપદેશ અવશ્ય મળે છે. ને ભગવાન કઈ પરિસ્થિતીમાં આપણી સાથે હોય છે? તે પણ જાણવા મળે છે. ને તેનાથી આપણું જીવન સરળ બને છે.
વનવાસથી પાછા ફર્યા બાદ પાંડવોએ દુર્યોધન પાસેથી ન્યાયપૂર્વક પોતાનું રાજ્ય પાછું માંગ્યું. ત્યારે દુર્યોધને પાંડવોને રાજ્ય પાછું આપવાની ધરાર ના પાડી. પાંડવો ધર્મનિષ્ઠ હતા. ક્ષત્રિય હતા. તેમને એક ક્ષત્રિય તરીકે અને રાજકુમારો તરીકે પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી તેઓ બંધાયેલા હતા. પ્રજા પ્રત્યેનું પોતાનું કર્તવ્ય નિભાવવા તેમણે દુર્યોધન પાસે પોતાનું જ રાજ્ય પાછું માંગ્યું હતું .અને દુર્યોધને જ્યારે રાજ્ય આપવાની ના પાડી ત્યારે તેમણે આખું રાજ્ય જતું કરી માત્ર પાંચ જ ગામ માગ્યાં, પરંતુ ત્યારે પણ દુર્યોધને ખૂબ આડોડાઈપૂર્વક પાંચ ગામ આપવાની પણ મનાઈ કરી. અને સોંયની અણી જેટલી પણ ભૂમિ તે પાંડવોને નહીં આપે તેમ કહી દીધું.
https://divyamudita.com/bhagvad-geeta-no-ark-3-1/આ બધી ઘટના દરમિયાન પાંડવો ખુબ સહનશીલ રહ્યા, શાંત રહ્યા હતા. પરંતુ ક્ષત્રિય તરીકે પ્રજાની સેવા કરવી એ તેમનો ધર્મ હતો. અને તે ધર્મ નીભાવવા માટે પણ તેમને રાજ્ય લેવું જોઈએ. તેવું તેઓ માનતા હતા. યુદ્ધ ન થાય તે માટે પાંડવોનાં મામાના દીકરા ભાઈ એવા શ્રી કૃષ્ણ એક ભાઈ તરીકે પાંડવોના સંદેશા વાહકની ભૂમિકા સ્વીકારી શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજ્યસભામાં ગયા . વિનયપૂર્વકની માગણી કરી . પરંતું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને તેનો સ્વીકાર ન કર્યો . હવે રાજ્ય લેવા દુર્યોધન સાથે પાંડવોએ યુદ્ધ કરવું પડે તેવું લાગતું હતું. બે પક્ષ પડી ગયા હતા, કૌરવો અને પાંડવો . કેટલાક કૌરવોને પક્ષે રહ્યા તો કેટલાક પાંડવોના. યુદ્ધ અનિવાર્ય બન્યું જેને આપણે “મહાભારત” તરીકે ઓળખીએ છીએ. અને યુદ્ધના મેદાનમાં શ્રીકૃષ્ણના મોંઢે બોલાયેલી, અર્જુનને ઉપદેશ આપતી વાણીને “ભગવદ્ ગીતા”. ભગવદ્ ગીતાને આપણે ઊંડાણપૂર્વક જાણીએ તે પહેલાં આપણને એ પ્રશ્ન થાય કે યુદ્ધમાં પાંડવો અને કૌરવો સામસામે આવી જતાં તેમનાં વડીલો, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, વ. કોના પક્ષમાં રહેશે? ભગવાન શ્રીકૃષ્ણ કોના પક્ષે રહેશે અને શા માટે ? તે બધું હવે પછીના લેખમાં આપણે જોઈશું… જય શ્રીકૃષ્ણ

https://divyamudita.com/bhagvad-geeta-no-ark-3-1/Writer :  સરોજબેન નાયક , રીટાયાર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GYANTRUSHA
લેખક : ગાંધીનગર મેટ્રો & Cloth Look Fashion Magazine (International)

 

Related Posts