નિત્ય સમાચાર

તુર્કી માં એવોર્ડ જીતનાર રંગ શારદા એકેડેમી

માણસ એ ભગવાને બનાવેલી એક માત્ર સુંદર કલાત્મક કૃતિ છે. કોઇ પણ કલા શિખવી અને તેનામા નિપુણ થવુ એ કલાગુરુ ની કુશળતા ની નિશાની છે. કલા એ ગુરુ વગર અધુરી છે. ભગવાન પણ જ્યારે પૃથ્વી પર અવતાર લઇ ને આવે છે. ત્યારે તેમને પણ ગુરુ ની જરુર પડી જ છે. “ ગુરુ એ સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરુપ છે”.

https://divyamudita.com/award-winner-in-turkey/વાત કરીએ કલાગુરુ રચનાબેન ઓઝા(વ્યાસ) ની , જેઓ કલાકારો અને સંગીત પરિવારમાથી આવે છે. રંગસાગર પર્ફોર્મિંગ આર્ટ્સ તરફ થી તુર્કી ની અંદર ભારત નો ઝંડો લેહરાવી ગુજરાત  ફોક ડાન્સ નુ મહતવ વધાર્યું છે. વિદેશ ની ધરતી પર ભારતીય ડાંસ નુ ગૌરવ વધારી ને તેમને સન્માનિત કરવામા આવ્યા હતા. તેમને ભરતનાટ્યમ અને કથ્થક મા નૃત્ય ની સંપૂર્ણ તાલીમ પૂર્ણ કરી છે. 2006 મા તેઓ school માં અને નાની મોટી સંસ્થાઓમા તાલીમ આપતા હત્તા. 2009 થી તેમને રંગશારદા ક્લાસિકલ ડાન્સ એકેડેમી ની શરુઆત કરી હતી. તેમણે ભરતનાતટ્યમ અને કથ્થક ની વિદ્યાર્થિનીઓ સાથે મળીને National level એ પર્ફોર્મન્સ આપ્યા છે. 2009 થી 2019 સુધી 2000 વધુ વિદ્યાર્થિનીઓ ને તેમણે તાલીમ આપી છે. આજે રંગશારદા ક્લાસિકલ ડાન્સ એકેડેમી મહેસાણા નુ એક માત્ર ક્લાસીકલ ડાન્સ એકેડેમી છે જે વટવૃક્ષ બનીને ભારત દેશ ને પોતાના જ દેશના કલાસિકલ (tradition) સાથે જોડે છે.

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગુગલ

Related Posts