નિત્ય સમાચાર લેખાનુભુતિ

સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ

સર્વશક્તિમાનને શરણે રહીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેઓ શ્યામ , ગોપાલ, કેશવ , માધવ, દ્વારિકાધીશ અને કનૈયા વગેરે નામે ઓળખાય છે. તેમણે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અવતાર લીધો હતો. શ્રીકૃષ્ણનો જન્મ ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સંજોગમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોપીઓ સાથે રાસલીલા રમતા, અને તેમની વાંસળી વગાડતા બધા ગોકુલ નિવાસીઓ, પ્રાણીઓ , પક્ષીઓ વગેરે તેમને વાંસળીની ધૂન સાંભળીને ખૂબ આનંદ થાય . શ્રી કૃષ્ણ ભગવાનનું શિક્ષણ ઉજ્જૈનમાં થયું હતું. ઉજ્જૈનમાં બંને ભાઈઓ બલરામ અને કૃષ્ણ ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં શિક્ષણ અને દીક્ષા પ્રાપ્ત થઈ હતી. ભગવાન પોતે સર્વ શક્તિમાન છે. ભગવાનના આદિ મધ્ય અને અંત નથી. ભગવાન અનંત છે. તે સર્વ શક્તિમાન છે. ભગવાન બધું જ કરી શકે છે . ભગવાનની શક્તિની શરૂઆત થઈ શકે છે પણ તેનો કોઈ અંત આવી શકતો નથી. ભગવાન જ સર્વગુણ સંપન્ન છે. તે નિરાકાર પણ છે સાકાર છે. અમુક લોકો ભગવાન ઉપર શંકા કુશંકા કરતા હોય છે. ભગવાનના કાર્ય ઉપર પ્રશ્નચિન્હ મુકતા હોય છે. જેમ કે જન્માષ્ટમી ઉપર જુગાર રમવું અને લોકો કહે છે કે ભગવાન પણ જુગાર રમતા હતા એટલે અમે પણ રમીએ છીએ, એ અજ્ઞાનીઓને જણાવવાનું કે, દુનિયાના કોઈપણ ધાર્મિક ગ્રંથમાં વેદ કે પુરાણો કે  ઉપનિષદમાં ભગવાન જુગાર રમતા હોય તેવા ઉલ્લેખ માત્ર પણ નથી. તો તમારા સ્વાર્થ માટે ભગવાનને શા માટે નિમિત બનાવો છો ?

https://divyamudita.com/bhagvan-sri-krishna/કૃષ્ણ ભગવાનની સોળસો રાણીઓ હતી. ભગવાને આ બધી રાણીઓ રાક્ષસની કેદમાંથી છોડાવ્યા હતા. તે જ વખતે બધી સ્ત્રીઓ કૃષ્ણ ભગવાનને મન, કર્મ અને વચનથી તેમને પતિમાની ચૂકી હતી. એ વખતે સમાજમાં કોઈ તેમનો સ્વીકાર કરે તેમ ન હતું, સ્વીકાર કરીને કૃષ્ણ ભગવાને બધી સ્ત્રીઓનું સન્માન જાળવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચકીને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હતો અને ગોકુળવાસીઓની રક્ષા કરી હતી. તો તમે સારા માણસની રક્ષા કરી શકો છો ન્યાય માટે અન્યાય સામે લડી શકશો? શ્રીકૃષ્ણ ભગવાનનો મિત્ર સુદામા સુદામાને કહ્યા વગર મિત્રની પીડા સમજીને મદદ કરી હતી. દ્રોપદીને વસ્ત્રા હરણ વખતે ભગવાન શ્રીકૃષ્ણ દ્રોપદીની રક્ષા કરી હતી. લાજ રાખી હતી. ખરેખર આપણે સારા ગુણ લેવા હોય તો ભગવાનમાંથી જ ઘણા બધા ગુણો લેવા જેવા છે. ભગવાન શ્રીકૃષ્ણએ મીરાબાઈના ઝેરના કટોરાને પણ અમૃતમાં ફેરવી દીધો હતો. નરસિંહ મહેતાના વારે આવીને કૃષ્ણ ભગવાને કુવેરબાઈનું મામેરુ ભર્યું હતું. ભક્ત પ્રહલાદ ને નરસિંહ ભગવાનના રૂપમાં આવીને ભક્ત પ્રહલાદને બચાવ્યો હતો. આવા તો અનેક ભક્તોને કૃષ્ણ ભગવાને રક્ષા કરી છે. લાજ રાખી છે. હંમેશા આપણે ભગવાનના શરણમાં રહેવું જોઈએ. ભગવાનની ભક્તિ કરીએ તો આપણે ખૂબ જ આનંદથી જીવન પસાર કરી શકીએ છીએ. તો ભગવાનના નિર્ણય ઉપર શંકા કુશંકા કર્યા વગર તેની ભક્તિ કરી અને તેના શરણમાં રહીએ.

જય શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી.

Writer : Sapna Joshi || Teacher

Related Posts