ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન
ભાઈ બહેનનો સંબંધ અમૂલ્ય છે. ભાઈ બહેનનો જ્યાં પ્રેમ હોય ત્યાં ભાઈને બહેન ભારે નથી હોતી. શ્રાવણ માસ આવતાની સાથે દુનિયાભરમાં ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે. રક્ષાબંધનએ હિંદુ ધર્મને એક મુખ્ય તહેવાર છે. જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને બળેવ પણ કહે છે. રક્ષાબંધનની ભાઈ બેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. રક્ષાબંધનના થોડા દિવસ પહેલા જ બજારમાં રંગ બેરંગી અને અવનવી ડિઝાઇન વાળી રાખડી આવે છે. બજારમાં રાખડી, મીઠાઈઓ તેમજ ગિફ્ટ લેવા માટે ભાઈ તથા બહેનોની ભીડ જોવા મળે છે. રક્ષાબંધનનો તહેવાર સમાજના બધા જ વર્ગોના લોકો ઉજવતા હોય છે. આ દિવસે ઘરમાં આખા પરિવારના ખુશીનું વાતાવરણ હોય છે અને આ દિવસે ઘરે ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. નજીકમાં તથા બહારગામ રહેતા આજુબાજુના ગામડામાં રહેતી જ બધી બહેનો પોતાના પિયર એટલે કે તેમના ભાઈના પાસે રાખડી બાંધવા જાય છે. જ્યારે કેટલાક ભાઈઓ બહારગામ રે હતી બહેનોને ત્યાં જ રાખડી બંધાવવા માટે પહોંચી જાય છે. રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે સ્નાન કરીને સુંદર કપડાં પહેરે છે. આ દિવસે બધી બહેનો શ્રીફળ, કંકુ , દીવો, ચોખા, મીઠાઈ અને સુંદર રાખડીથી પૂજાની થાળીની તૈયારી કરી છે. બહેન ભાઈને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવીને તેમના સંબંધોમાં કડવાશ ન આવે અને સગાઈ મીઠાશ રહે તે માટે એકબીજાને મીઠાઈ ખવડાવી છે. બહેન ભાઈ માટે સલામતી, સારુ સ્વાસ્થ્ય, ઉજવળ ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને હંમેશા તેનું રક્ષણ કરીશ એવું કહે છે. જ્યારે પરદેશમાં રહેતી બહેનો અગાઉથી જ પોતાના ભાઈને કુરિયર તથા ટપાલ દ્વારા રાખડી મોકલીને ભાઈના દીર્ઘ આયુષ માટે મનોકામના કરે છે. સાથે સાથે whatsapp ફેમિલી ગ્રુપમાં, facebook આ માધ્યમથી ભાઈ બહેન એકબીજાને રક્ષાબંધનની શુભકામનાઓ મોકલે છે. રક્ષાબંધન આ તહેવાર સ્કૂલમાં પણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રક્ષાપોટલી બાંધે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોની જનોઈ બદલી કાઢે છે. એ દિવસે બ્રાહ્મણ એમના વિધિવત જનોઈ બદલે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર રક્ષાબંધન સાથે સંકળાયેલી ઘણી લોકપ્રિય કથાઓ વાંચવા અને સાંભળવા મળે છે. આમ રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે . રક્ષાબંધન સામાજિક સંબંધોમાં પણ મીઠાશ વપરાતો તહેવાર છે.
ભાઈ બહેનના સંબંધ ઉપર એક ગીત છે. કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપડી , ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી! લીમડી ના આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય. હિંચકો નાનો બેનનો એવો આમ જુલન્યો જાય, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિચો કોયલ ને, મોરલા બોલે, બેનનો હિંચકો ડોલે. કોણ હલાવે લીમડીને કોણ જુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે. બહેન નો સંબંધ બે ભાગમાં હોય છે. લગ્ન પછીનો અને લગ્ન પહેલાં નો નાનપણમાં સાથે ઉછાળતા ઝઘડો કરતા નાની મોટી વસ્તુ માટે એકબીજા સાથે ઝઘડો કરવો પછી પાછા ભેગા થવું. અને પછી બેનના લગ્ન પછી બહેનની વિદાય આવે ત્યારે ભાઈના આંખમાં આંસુ આવી જાય છે. અને ભાઈને એ નાનપણની યાદો આવી જાય છે. બહેનના લગ્ન પછી ભાઈની એક મોટી જવાબદારી બની જાય છે. ભાઈ , બહેન અને રાખડી આ ત્રણે મળીને એક પવિત્ર સંબંધોને જોડે છે. તેમાં ભાઈ બહેનને સલામતી અને સ્નેહ બને છે. એક પુરુષના જીવનમાં ત્રણ સ્ત્રીઓની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. એક માં , બહેન, અને દીકરીમાં વાલ કરે, મારે, ધમકાવે તો એ દરેક વાતમાં તેનો નિસ્વાર્થ પ્રેમ હોય છે. ભાઈ બેન તો સબંધ પવિત્ર હોય છે અતૂટ હોય છે. જે આ પ્રેમ હોય ત્યાં ભાઈને બહેન ભારે નથી હોતી.
Writer : Sapna Joshi || Teacher