અર્જુનનો રથ બન્ને સેનાઓની મધ્યમાં આવી ઉભો રહ્યો. અર્જુને પોતાના જ સગાંઓ, પોતાના જ વડીલોને દુર્યોધનને પક્ષે જોયા!!! અર્જુને આ બધાની સામે લડવાનું હતું. કાલ સુધી જે લોકો તેને અઢળક પ્રેમ આપતા હતા, લાડ કરતા હતા, જે લોકોને તે પોતાના સમજતો હતો, જે લોકોનો તે આદર કરતો હતો, જે લોકોનો તે વિશ્વાસ કરતો હતો,
અર્જુનની મૂંઝવણયુદ્ધનો આરંભ થવાની તૈયારી હતી. અને અર્જુન બોલ્યો કે મારો રથ બંને સૈન્યોની વચ્ચે ઉભો રાખો. જેથી મારે જેમની સાથે લડવાનું છે. તેમને હું જોઈ શકું. શ્રી કૃષ્ણ ભગવાન તેમના સારથિ હતા. અર્જુનનો હુકમ પાળવો તે તેમનું કર્તવ્ય સ્વનિર્મિત હતું. તેમણે જ સ્વીકાર્યું હતું. તેમણે અર્જુનના હુકમ વિશે કોઈ આનાકાની ન કરી. અને માટે […]
ધનુર્ધર અર્જુન કેમ ખચકાયો?આ પહેલાં આપણે જોયું કે પાંડવોના સૈન્યની વ્યૂહરચના જોઈ દુર્યોધન ડરી ગયો હતો. પરંતુ પોતાના મનને તે સાંત્વના આપતાં કહે છે કે મારે પક્ષે તો સ્વયં ભીષ્મ પિતામહ છે. આપણે સૌ તેમના દ્વારા રક્ષાયેલા છીએ. તે ઉપરાંત પણ બીજા કુશળ યોદ્ધાઓ છે. તો ડરવાની કોઈ જરૂર નથી. તેમ કહીને તે પોતાના મનને […]
આપણા ભારત દેશમાં સુરક્ષા દળ તરીકે ઓળખાતા આપણા ભારતીય સેના ને સાક્ષાત પ્રણામ છે. આપણી આર્મી એટલેકે ભારતીય સેના આપણા દેશની રક્ષા માટે હમેશા તત્પર હોય છે. કોઈપણ આપત્તિ માં આપણે તેઓને પહેલા યાદ કરીએ છીએ. આપણા દેશમાં જ્યારે પણ વાવાઝોડું, તુફાન, પૂર કે કોઈ કુદરતી ઘટના બને તેમાં તેઓ પોતાની ફરજ અને સેવા પૂરી […]
આ અધ્યાય ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચેના સંવાદથી શરૂ થાય છે. સંજય વ્યાસમુનિનો શિષ્ય હતો. તેથી તે વ્યાસમુનીની કૃપાથી ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠાં બેઠાં પણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ઘટતી ઘટના જોઇ શકતો હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા. ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રની ભૂમિ પર શું ચાલી રહ્યું છે તેની પૃચ્છા સંજયને શ્લોક […]
આપણે જોયું કે કૌરવો અને પાંડવો યુદ્ધના મેદાન પર કુરુક્ષેત્ર પર સામસામે આવી ગયા છે. કેટલાક વડીલો કૌરવોના પક્ષે રહ્યા હતાં તો કેટલાક પાંડવોના પક્ષે. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે છે. હવે આપણી અસલ “ભગવદ્ ગીતા ” ચાલુ થાય છે. ભગવદ્ ગીતા એ ખરેખર એવું ઉત્તમ પુસ્તક છે કે આપણે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં તકલીફમાં […]
પાંડવો અને કૌરવો સામ-સામે… અત્યાર સુધી આપણે જોયું કે પાંડવોએ દુર્યોધન પાસે આખું રાજ્ય જતું કરીને ફક્ત પાંચ જ ગામ માગ્યાં હતાં અને છતાં દુર્યોધને તે આપવાની મનાઈ કરી હતી. શાંતિદૂત તરીકે શ્રી કૃષ્ણ ભગવાન પણ ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતા પણ એમનું પણ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર ન માન્યા અને છેવટે યુદ્ધ અનિવાર્ય બન્યું.તો શ્રી […]
વસંતએ શબ્દ સાંભળતા જ મનમાં એક ઉત્સવ ઉજવાઇ જાય છે. આપણે ઘણા બધા ઉત્સવો ઉજવીએ છીએ પણ વસંત પંચમી એ કુદરત પોતે જ ઉજવે છે અને આખી ધરતીને જાણે નવા વસ્ત્રો પહેરાવીને કે જાણે દરેક મન હ્રદયમાં પ્રેમ ભરવા માંગતી હોય એવી રીતે પોતાનું સૌંદર્ય ખીલવે છે, જાણે કે એક નવ યૌવના પોતાના સોળ શણગાર […]
જુગારમાં હારી જતાં પાંડવોને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. 13 વર્ષના વનવાસ બાદ પાંડવોનો શું થયું? તે હવે આપણે જોઈએ. ભગવદ ગીતાના વાંચન દ્વારા જીવન પ્રત્યે સાક્ષીભાવ કેવી રીતે કેળવવો તે શીખવા મળે છે. જીંદગી જીવવાની જડીબુટ્ટી સમાન ભગવદ્ ગીતામાં પાંડવો- કૌરવો વચ્ચે થયેલા યુધ્ધની ચર્ચા છે.ભાઈ- ભાઈ વચ્ચે સંપત્તિને લઈને એ જમાનામાં પણ યુધ્ધ […]
શક્તિ નો અખૂટ ખજાના ની એક માત્ર ચાવી ઘર ની લક્ષ્મી ઘર ની દીકરી , ગૃહિણી, માં – સ્ત્રી તેના અલગ અલગ બદલાતા સંબંધો સાથે કર્તવ્ય, નિષ્ઠા, પ્રેમ અને લાગણી થી ઘર ના દરેક વ્યક્તિ માં હીમત, પ્રેરણા અને પ્રેમ નું સિંચન કરીને ઘરને સ્વર્ગ બનાવે છે. બાળકો ને યોગ્ય સંસ્કાર, પ્રેમ, ઘર ના વૃધ્ધો […]