જોટાણા માં ગર્ભાશય અને સ્તન કેન્સર નો જાગૃતી સેમીનાર અને સ્ક્રીનિગ કેમ્પ યોજાયો
આજે સમગ્ર દેશ માં કેન્સર ની ભાયાનક બીમારી દિવસે ને દિવસે વધુ વકરતી જાય છે જેમાં મહિલાઓ ને તેમાં પણ ગામડાઓની મહિલાઓ માં ગર્ભાશય કેન્સર અને સ્તન કેન્સર જાગૃતિ ના અભાવે સતત ફેલાઈ રહ્યું છે. જોટાણા ગામ અને આજુબાજુ ગામ ની મહિલાઓ ગર્ભાશય અને સ્તન કેન્સર વિષે જાગૃતિ ફેલાય તે હેતુ થી ડો.એન.પી.પટેલ જનરલ હોસ્પિટલ (સાર્વજનિક દવાખાનું ) જોટાણા અને ઇનર વહીલ ક્લબ મહેસાણા દ્વારા ગર્ભાશય કેન્સર અને સ્તન કેન્સર નો જાગૃતી સેમીનાર અને સ્ક્રીનિગ કેમ્પ યોજાઈ ગયો જેમાં કુલ 650 થી વધુ બાળાઓ અને મહિલાઓએ લાભ લીધો.
કેમ્પ માં મહેસાણા સ્થિત હરિકૃષ્ણ ફાઉન્ડેશન અને ઓન કો ડિજિટલ કેન્સર પ્રોગ્રામ ના સંયુક્ત ઉપક્રમે ગર્ભાશય કેન્સર અને સ્તન કેન્સર વિષે સંપૂર્ણ માર્ગદર્શન અને સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. કેમ્પમાં મહિલાઓના સ્ક્રીનિગ દરમ્યાન 2 મહિલાઓ ને લક્ષણો જણાયા.કેમ્પ માં સમય નો અભાવ હોવા છતાં મહેસાણા ના કેન્સર સર્જન ડૉ. નીરવ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમની ટીમે આખા કાર્યક્રમ ને અંતિમ રૂપ આપ્યું.
કાર્યક્રમ માં ઇનર વ્હીલ ના પ્રમુખ અંજલીબેન ઓઝા , ડિસ્ટ્રીકટ ચેરમેન રાખીબેન દેસાઈ , ડૉ.સરોજબેન ત્રિવેદી, સરલાબેન પટેલ, મંજુલાબેન પટેલ, ઇનર વ્હીલ સભ્યો તેમજ એમ.એમ.પંડ્યા પ્રમુખશ્રી કેળવણી મંડળ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કેમ્પ ને સફળ બનાવવા માટે સાર્વજનિક દવાખાનું ના મેનેજર ધવલભાઈ પટેલ ખૂબ જ સારો સહયોગ આપ્યો. સમગ્ર કેમ્પ નું આયોજન જયેશભાઇ પ્રજાપતિ એ સંભાળી કેમ્પ ને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી. કેમ્પ ના અંતે ઉપસ્થિત તમામ મહિલાઓ ને ઇનરવ્હીલ કલબ ઓફ મહેસાણા તરફથી લેડિઝ પર્સ અને ડો.એન.પી.પટેલ જનરલ હોસ્પિટલ તરફથી સેનેટરી પેડ આપવામાં આવ્યા. તમામ માટે નાસ્તા ના પેકેટ પણ આપવામાં આવ્યા.
કેમ્પ બાદ જોટાણા સ્થિત જાનકી કન્યા વિદ્યાલય ની દીકરીઓ માટે દાતાશ્રી એમ.એમ.પંડ્યા સાહેબ તરફથી સેનેટરી વેન્ડિંગ મશીન ખુલ્લું મુકવામાં આવ્યું. જેમાં ઇનર વ્હીલ કલબ ની બહેનો પણ જોડાયા.
સંકલન : દિવ્યા મુદિતા ટીમ.