દિપીકા કુમારી એ આર્ચરી વર્લ્ડ કપ માં દેશ માટે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
ભારતીય આર્ચર દિપીકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલા તીરન્દાજી વર્લ્ડ કપ માં દેશ માટે સ્ટેજ 3 માં ગોલ્ડ મેડલ જીતવાની સાથે રિકર્વ સ્પર્ધા જીતી હતી. તેણે રશિયા ની એલેના ઓસીપોવા ને 6-0 થી હરાવી મેડલ જીત્યો હતો.
આ પહેલા દિપીકા એ મિશ્ર ટીમ અને મહિલા ટીમ સાથે મળી ને ગોલ્ડ જીત્યા હતા આમ એક જ દિવસ માં 3 ગોલ્ડ મેળવ્યા છે
આ પહેલા દિપીકા એ મિશ્ર ટીમ અને મહિલા ટીમ સાથે મળી ને ગોલ્ડ જીત્યા હતા આમ એક જ દિવસ માં 3 ગોલ્ડ મેળવ્યા છે. દિપીકા એ તેના પતિ અતનુદાસ સાથે મળી ને ગોલ્ડ મેળવ્યો હતો. ત્યારબાદ તેના નેતૃત્વ માં રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો. ટીમ ઇવેન્ટ માં ભારતે મેક્સિકો ને 5-1 થી હરાવી ને ગોલ્ડ જીત્યો છે. આ ભારતીય ટીમ માં દિપીકા ઉપરાંત અંકિતા ભગત અને કોમોલિકા બારી નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેમ્પિયનશિપ ની આ સફળતા પછી દિપીકા વિશ્વ રેંકિંગ માં પ્રથમ આર્ચર બની છે.
દિપીકા આવનાર ઓલમ્પિક માં ભારત નું પ્રતિનિધિત્વ કરવાની છે. તે અને તેના પતિ અતનુદાસ પહેલેથી જ ઓલમ્પિક માટે ક્વાલિફાય થયા છે. અતનુદાસ અને દિપીકા એ પતિ – પત્ની તરીકે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ કપ ના આ મિશ્ર સ્પર્ધા માં નેધરલેંડ ના જેફ વેન ડેન બર્ગ અને ગેબ્રિએલા સ્કોલેઝર ને 5-3 થી પરાજિત કર્યા હતા. દિપીકા પહેલા અભિષેક વર્મા એ પણ વર્લ્ડ કપ માં ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે જેણે અમેરિકા ના ક્રિસ સ્કોફ ને પરાજિત કર્યો હતો.
આમ વિશ્વ કપ માં ભારત ને ચાર ગોલ્ડ મેડલ મળ્યા છે. આ જીત મેળવી તેમણે મહિના ની શરૂઆત માં મેળવેલી હાર ની નિરાશા ને પણ દૂર કરી છે. ટાટા આર્ચરી એકેડમી ના આ ત્રણ ખેલાડીઓ તાજેતર માં યોજાયેલ ઓલમ્પિક ક્વાલિફાયર માં કોલમ્બિયા સામે હારી ગયા હતા.પરંતુ વર્લ્ડ કપ માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા ટીમે એપ્રિલ માં યોજાયેલ વર્લ્ડ કપ સ્ટેજ-1 માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.