બોરની ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે ખેડૂતો
લાંઘણજ ગામ ના ખેડૂતો બોર ની ખેતી કરી ને બમણી આવક મેળવી રહ્યા છે. ખેડૂતો ને ધરતી પર નો તાત કેહવામા આવે છે. ખેડૂત ને પોતાનો ખેતી નો પાક સારો મળે તેના માટે બહુજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. લાંઘણજ ગામ ના રમેશભાઇ 12 વિઘામાં બોરડી વાવીને 1500 મણ બોર નુ ઉત્પાદન મેળવ્યું છે. અત્યારે ભાવમાં ઘટાડો હોવા છતાં મબલખ પાક ને કારણે તેઓ બહુ આનંદમા છે. આમ આ પરિવાર હાલ બોરની ખેતી કરી લાખોની આવક મેળવી રહ્યો છે.
મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે ભારત નુ હ્રદય ગામડાઓમાં વસે છે, ગામડાઓની ઉન્નતિ જ ભારત ની ઉન્નતિ છે
મહેસાણાના આ બોરની માંગ અનેક રાજ્યોમા જોવા મળે છે, દિલ્લી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકો આ બોરને બહુ પસંદ કરે છે. ખેડુતને મેહનતનુ યોગ્ય વળતર મળે છે. હમણાના સમયમા દરેક જિલ્લાના ખેડૂતો બાગાયતિ ખેતી તરફ આગળ વધી રહયા છે. સરકાર તરફ થી ખેડુતો ને અમુક માગદર્શન પણ આપવામાં આવે છે. Agriculture ,farmers welfare & co-operation department , Government of Gujarat ની વેબસાઇટ ઉપર ખેડૂતો ને ધીરાણ આપનાર સંસ્થાઓ, નવી યોજનાઓ, કૃષિ માર્ગદર્શન અને હવામાન વિશેની માહિતી આપવામાં આવે છે. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે ભારત નુ હ્રદય ગામડાઓમાં વસે છે, ગામડાઓની ઉન્નતિ જ ભારત ની ઉન્નતિ છે. ખેડૂતો ની પ્રગતિ એ જ દેશની પ્રગતિ.
સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગુગલ