એક લાખ ફ્રન્ટ લાઇન વર્કર તૈયાર કરવા માટે વડાપ્રધાને ક્રેશ કોર્ષ લોન્ચ કર્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા માટે આગોતરા આયોજન ના ભાગ રૂપે ફ્રન્ટ લાઇન વર્કર માટે ક્રેશ કોર્ષ લોન્ચ કર્યો. સમગ્ર દેશ ના 26 રાજ્યોમાં 111 તાલીમ કેન્દ્રો માં આ ક્રેશ કોર્ષ ચલાવવા માં આવશે જેમાં એક લાખ ફ્રન્ટ લાઇન વર્કર તૈયાર કરવામાં આવશે. તેમાં અલગ અલગ છ પ્રકાર ની કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવશે.
દેશ માં 1 લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે
વડા પ્રધાને કહ્યું કે દરેકે સાવચેતી રાખી ને પડકરો નો સામનો કરવા દેશ ને વધુ સજ્જ કરવો પડશે. દેશ માં 1 લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના ની બીજી લહેર માં કોરોના વાઇરસ ની બદલાતી પ્રકૃતિ આપણે જોઈ છે આ વાયરસ હજુ પણ આપણી વચ્ચે છે અને ક્યારેય પણ પરિવર્તિત થઈ શકે છે. આપણે ખૂબ જ તૈયારી સાથે કાળજી રાખવી પડશે. ત્રીજી લહેર નો સામનો કરવા માટે એક લાખ ફ્રન્ટ લાઇન વર્કર્સ તૈયાર કરવાનું મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.
વડા પ્રધાને કહ્યું કે 21 જૂન થી રસીકરણ અભિયાન મોટાપાયે શરૂ થયું છે જે દેશ ના દરેક લોકો ને મફત આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.