નિત્ય સમાચાર

અંડર 19 જી-1 સ્ટેટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માં મહેસાણા ની નિધિ ધામુનિયા ની પસંદગી

આ વર્ષે ગુજરાત ક્રિકેટ આસોસિએશન દ્વારા અંડર 19 માટે જી-1 સ્ટેટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મહેસાણા ની નિધિ ધામુનિયા ની બરોડા અંડર 19 ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ છે તે છેલ્લા 10 વર્ષ માં રમનાર ઉત્તર ગુજરાત ની મહિલા ક્રિકેટર છે. તેણે અગાઉ રમાયેલ ટુર્નામેન્ટ માં બેટિંગ અને ફિલ્ડિંગ માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને પોતાની શાનદાર ઇનિંગ ના કારણે ટીમ ને સફળતા અપવવામાં ખુબ જ  મોટો ફાળો આપ્યો હતો. તેમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર ની મહિલા ખેલાડીઓ એ ભાગ  લીધો  હતો.

એકેડેમી ગરીબ તેમજ  શારીરિક અપંગતા  ધરાવતા ખેલાડી ને વિના મૂલ્યે ક્રિકેટ ટ્રેનિંગ આપે છે અને તેમને સપોર્ટ પણ કરે છે

નિધિ છેલ્લા ચાર વર્ષ થી મહેસાણા ક્રિકેટ એકેડમી ખાતે તાલીમ લઈ રહી છે તેના કોચ અમન દુબે સર તેણે ટ્રેનીંગ આપી રહ્યા છે.નિધિ ની સફળતા નો શ્રેય કોચ દ્વારા મળતી યોગ્ય ટ્રેનિંગ, પરિવાર ના સભ્યો નો સાથ અને તેની અથાગ મહેનત છે. મહેસાણા ક્રિકેટ એકેડેમી હાલ મહેસાણા ની વધુ માં વધુ છોકરીઓ ને તાલીમ આપી રહી  છે. તે ઉપરાંત તેમના એકેડેમી ગરીબ તેમજ  શારીરિક અપંગતા  ધરાવતા ખેલાડી ને વિના મૂલ્યે ક્રિકેટ ટ્રેનિંગ આપે છે અને તેમને સપોર્ટ પણ કરે છે. દરેક ખેલાડી ખુબ જ સફળ થાય તે માટે કોચ અમન દુબે અને તેમની સપોર્ટ ટીમ ખુબ જ મહેનત કરી રહ્યા છે.

સંકલન : દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts