નિત્ય સમાચાર

મહેસાણા શહેર નું ગૌરવ તસ્નીમ ઈરફાન મીર

તસ્નીમ મીર ની બેડમિન્ટન સ્પર્ધા માટે ભારતીય ટીમ માં પસંદગી થઇ છે. તસ્નીમ મીર સાઈના નેહવાલ સાથે ભાગ લેશે. ભારતીય ટીમ માં પસંદગી થનાર તે પ્રથમ નાની વાય ની ગુજરાતી બેડમિન્ટન ખેલાડી છે જે ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વ ની વાત છે. તે ડેનમાર્ક ખાતે ઉબેર કપ ટુર્નામેન્ટ માટે એક્ટોમ્બર માં ભાગ  લેવાની છે. તે અંડર 19 માં 22 વખત અને નેશનલ આંતરરાષ્ટ્રીય માં 6 વખત ચેમ્પિયન બની ચૂકી છે. અત્યાર સુધી તસ્નીમ મીર એ રાષ્ટ્રીય લેવલે 25 થી વધુ એવાર્ડ જીતી ને ગુજરાત રાજય અને મહેસાણા શહેર ની સિધ્ધી માં વધારો કર્યો છે.

https://divyamudita.com/tasnim-mir/પિતા અને બેડમિન્ટન કોચ ઇરફાન અલી મીર સાથે સાત વર્ષની ઉંમરે તેણે બેડમિન્ટન કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતી સારી ના હોવા છતાં તેમણે 3 વર્ષ માટે હૈદરાબાદ અને 2 વર્ષ માટે આસામ માં તાલીમ માટે તસ્નીમ મીર ને મોકલી હતી. નાનપણ થી ખૂબ જ યોગ્ય તાલીમ મેળવી હોવાથી તે સાઈના નેહવાલ ની સાથે ડેનમાર્ક માં વધુ સારી રીતે પોતાનું પ્રદર્શન કરી કૌશલ બતાવશે તેવી આશા છે. રમત ગમત ની સ્પર્ધા માં ભાગ લેવા માટે બાળકો ને પ્રેરણા આપતી નાની વય ની તસ્નીમ નો ખુબ જ ઉત્સાહ જોતા બેડમિન્ટન ચેમ્પિયન બની દેશ અને ગુજરાત નું નામ રોશન કરશે તેમ લાગી રહ્યું છે.

સંકલન : દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts