ગણેશજી વિઘ્નહર્તા
ભગવાન ગણેશની આરાધનાનો દસ દિવસનો તહેવાર ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે. શ્રી ગણેશજીની પૂજા કરીને, પાઠ કરીને અને ભગવાનના ઉપદેશોને આપના જીવનમાં અપનાવાથી આપણી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે. પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શ્રી ગણેશજીના માતા પાર્વતી અને પિતા ભગવાન શિવ છે. ગણેશજી સાથે તેમની બે પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીના ભાઈ કાર્તિકે સ્વામી છે. ભગવાન ગણેશને હાથીનું મસ્તક અને માનવીનું શરીર છે. એવા છે ગણેશજી ગણેશજીના તમે પાઠ કરો તો તે વ્યક્તિની બુદ્ધિ હાથી જેટલી ગંભીર હોવી જોઈએ, હાથી ખુબ જ સમજી વિચારીને કામ કરે છે. હાથી ગુસ્સે થતા નથી અને શક્તિશાળી હોવા છતાં તેઓ શાંત રહે છે. હાથી હંગામા કરતા નથી. ગણેશજીની બુદ્ધિના દેવતા પણ કહેવામાં આવે છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવાન ગણેશજીએ કુબેર દેવનું અભિમાન તોડી નાખ્યું હતું. શ્રી ગણેશએ પોતાના બુદ્ધિનો ઉપયોગ કર્યો ઘણા બધા રાક્ષસોને હરાવી નાખ્યા હતા . એક વખત જ્યારે ગણેશજી અને કાર્તિકે સ્વામીને વિશ્વની પરિક્રમા કરવાની શરત પૂરી કરવાની હતી ત્યારે ગણેશજી તેમના માતા પિતાશંકર અને પાર્વતીને વાત કરી અને ગણેશજી અને કાર્તિકે સ્વામી પરિક્રમા કરવાની ચાલુ કરી, ત્યારે કાર્તિકે પરિક્રમા કરવા માટે નીકળી ગયા અને ગણેશજી તેમના માતા-પિતાને બેસાડીને તેમના માતા પિતાની પરિક્રમા કરીને શરત જીતી ગયા. ત્યારે ભગવાન શિવ અને પાર્વતી માતા ગણેશજીની બુદ્ધિથી પ્રસન્ન થયા અને તેમને પ્રથમ ઉપાસક બનાવવાનું વરદાન આપ્યું. ત્યારે કાર્તિક સ્વામી પરિક્રમા પૂરી કરીને આવ્યા અને ગણેશજીને પૂછ્યું ગણેશજી તું વહેલા આવી ગયો ? કે ગયો જ નથી. ત્યારે ગણેશજીએ કહ્યું કે હા મેં પરિક્રમા કરી પરંતુ માતા-પિતાની પરિક્રમા કરી. માતા પિતાની પરિક્રમા કરી એ જ વિશ્વની પરિક્રમા કરી સમાન છે. શ્રી ગણેશજીનું વાહન ઉંદર, શિવજીનું વાહન નંદી, માતા પાર્વતી નું વાહન સિંહ, અને કાર્તિક સ્વામીનું વાહન મોર, ભગવાન શિવના પરિવારમાં બળદ સિંહ, મોર અને ઉંદર આ બધા જ એક સાથે રહે છે. શિવજીને સંદેશ છે કે દરેક પરિવારે એક સાથે અને શાંતિથી રહેવું જોઈએ.
એકવાર પાર્વતી માતા ગણેશજીને કહ્યું કે ગણેશજી હું સ્નાન કરવા જાઉં છું. ત્યાં સુધી તમે બહાર ઊભા રહો, કોઈ અંદર ના આવી શકે તેનું ધ્યાન રાખજો ત્યારે ગણેશજી તેમની માતાનું આજ્ઞાનું પાલન કરીને બહાર ઉભા રહ્યા, ત્યારે જ ભગવાન શિવ આવી ગયા અને ગણેશજીએ કહ્યું કે, મારી માતાનો આદેશ છે કે કોઈ અંદર જાય નહીં મારી માતા સ્નાન કરવા બેઠી છે. તો હું તમને અંદર જવા નહીં દઉં ત્યારબાદ ભગવાન શિવને પૂછ્યું કે તું કોણ છું. મને અંદર જવા માટે રોકે છે. ચલ મને અંદર જવા દે ત્યારે ગણેશજી ના પાડી ત્યારે ભગવાન શિવ ગુસ્સે થઈ ગયા, ગણેશજી ઉપર વધારે ક્રોધિત થઈ ગયા અને ભગવાન ભોલેનાથ એ ક્રોધમાં આવીને ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે માતા પાર્વતી સ્નાન કરીને બહાર નીકળ્યા અને જોયું કે ગણેશજી નીચે પડી ગયા હતા. અને તેમનો મસ્તક અલગ થઈ ગયું હતું. ત્યારે માતા પાર્વતી બહુ જ ગુસ્સે આવી ગયા હતા અને કહ્યું કે આ મારા ગણેશજીને શું થયું? પાર્વતી માતા શંકર ભગવાનને કહે છે. મારા ગણેશજીને જીવતા કરી દો, પાર્વતી માતા વધારે ક્રોધિત થઈ ગયા. ત્યારબાદ ભગવાન શિવજી નંદી ને જંગલમાં મોકલ્યા અને કહ્યું કે, જે પહેલા પ્રાણી દેખાય તેનું મસ્તક કાપીને લાવો. ત્યારે જંગલમાં હાથી દેખાયો હતો. હાથીનું મસ્ત કાપીને લાવ્યા અને હાથીનું મસ્તક ગણેશજીને લગાવી દીધું. અને ગણેશજીને જીવતા કરી દીધા. ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે, મારા ગણેશજી આવા દેખાશે . ત્યારે શંકર ભગવાને માતા પાર્વતીની સમજાવીને કહ્યું કે, જગતમાં પહેલા ગણેશજીની પૂજા થશે પછી આગળ બીજું કામ થશે. કોઈપણ સારું કામ કર્યા પહેલા ગણેશજીની પૂજા થશે. પછી બીજું કાર્ય ચાલુ થશે. અત્યારે હોમ હવન, વિધિ, કથા, ગમે તે કામ કરતી વખતે ગણપતિની પહેલા પૂજા કરવી પછી બીજું કામ કરવું. ગણેશજી બુદ્ધિશાળી છે. તેમની સેવા પૂજા કરવાથી શક્તિ વધે બુદ્ધિ વધે, ગણેશજીની પૂજા કરવાથી શરીર સ્વસ્થ રહે છે. અને ઘરમાં સુખ શાંતિ રહે છે. ગણેશજીની બુદ્ધિના દેવતા પણ કહેવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા અને વિઘ્ન કરતા પણ છે. ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા છે. ગણેશજી સુખ સંપત્તિના દેવ છે. ગુણના ભંડાર છે. સર્વજ્ઞ છે. સર્વ વ્યાપી છે. ગણેશજી અંતર્યામી છે. અને ભક્તોના દુઃખ દૂર કરનારા છે. એવા ગણપતિ ભગવાનને મારા કોટી કોટી પ્રણામ.
Writer : Sapna Joshi || Teacher