લેખાનુભુતિ

ઘરની લક્ષ્મી સ્ત્રી

શક્તિ નો અખૂટ ખજાના ની એક માત્ર ચાવી ઘર ની લક્ષ્મી

ઘર ની દીકરી , ગૃહિણી, માં – સ્ત્રી તેના અલગ અલગ બદલાતા સંબંધો સાથે કર્તવ્ય, નિષ્ઠા, પ્રેમ અને લાગણી થી ઘર ના દરેક વ્યક્તિ માં હીમત, પ્રેરણા અને પ્રેમ નું સિંચન કરીને ઘરને સ્વર્ગ બનાવે છે. બાળકો ને યોગ્ય સંસ્કાર, પ્રેમ, ઘર ના વૃધ્ધો ને આદર, સન્માન અને બીજા ઘણા કાર્યો જે માત્ર ઘર ની ગૃહિણી જ કરી શકે છે. એક સાથે હજાર હાથ સાથે એક સ્ત્રી પોતાનું કર્તવ્ય નિભાવી જાણે છે. ઘર ની જવાબદારી અને ઓફિસ ની જવાબદારી સાથે સતત વ્યસ્ત હોવા છતાં હરહમેશ ખુશ રહેવું તે સ્ત્રી નો સ્વભાવ છે.

સ્ત્રી એટ્લે બુધ્ધિ થી વિચારો તો સમજ બહાર નું વ્યક્તિત્વ અને પ્રેમ થી સમજો તો સાવ સરળ અસ્તિત્વ

આજે આપણે વાત નથી કરવી દ્રૌપદી, સીતા કે કોઈ સતી ની. આજે આપણે વાત કરીએ આપણા દેશ ની મહાન મહિલાઓ ની. જેમાં સૌ પ્રથમ નામ આવે છે સરોજિની નાયડુ. જે રાજકારણી, સામાજિક કાર્યકર અને મહાન વક્તા હતા. ભારતીય કોકિલા તરીકે તેઓ પ્રખ્યાત હતા. ભારત માતાની સ્વતંત્રતા ની સાથે સાથે ભારતીય નારી ને પડદા પાછળ થી બહાર લાવવાનું કાર્ય પણ તેમણે કર્યું. તેમણે સ્ત્રીઓમાં સ્વાભિમાનની ભાવના જગાડી હતી. તેમણે મહિલાઓ માટે શિક્ષણ આંદોલન શરૂ કર્યું હતું. તેમનો જન્મ દીવસ ભારત માં “રાષ્ટ્રીય મહિલા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આપણે એમના વિચારોને વધારે વેગ આપી ને હાલની પરિસ્થિતી માં દરેક બાળકીઓ Education નો લાભ લઈ ને સુશિક્ષિત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે સરકાર ની ઘણી યોજનાઓ ચાલે છે જેમાં Girls Education Improvement લાવીને દેશ ની દીકરીઓ ને આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેમકે Kasturba Gandhi Balika Vidyalay,  Beti Bachao Beti Padhao, UDAAN, Saakshar Bharat તે ઉપરાંત Higher Education માટે પણ સરકાર તરફથી દીકરીઓને ભણવા માટે ઘણી સહાય મળતી હોય છે.

Let a Girl Child be Empowered with proper Education

https://divyamudita.com/ghar-ni-lakshmi-stri/Writer : Mittal Bhavsar
B.Com. , PGDCA,
Content Writer & Social Worker

Related Posts