દિલ્હીની ટોચની 30 મહિલા ઉદ્યમીઓમાંની એક હોવાનો એવોર્ડ મેળવનાર ઉદ્યોગપતિ
ગુરલીન કૌર ટિકકુ આજે લોકોને તેમની જીવનશૈલી, આવશ્યકતાઓ અને ભાવિ યોજનાઓના આધારે સંપત્તિને આગળ વધારવામાં માટે સલાહ આપવામાં મદદ કરે છે. તેઓ College of Business Studies દિલ્હીથી સ્નાતક છે અને તેમણે ગાઝિયાબાદના IMT થી MBA પણ કર્યું છે. હાલમાં તેઓ “Certificate program in Financial Planning”. ને આગળ ધપાવી રહ્યા છે. ઉપરાંત, તેમને દિલ્હીની ટોચની 30 મહિલા ઉદ્યમીઓમાંની એક હોવાનો એવોર્ડ મળ્યો છે અને ઘણા મીડિયા એ તેની નોંધ લીધી છે. તેમના અનુભવ અને સતત શિક્ષણ સાથે, તેઓ છેલ્લાં 13 વર્ષોમાં ઘણાં લોકોને ‘નાણાકીય સાક્ષરતા અને નાણાકીય સ્વતંત્રતા’ પ્રદાન કરવામાં સફળ રહ્યા છે. તેઓ નાણાકીય શિક્ષણ પ્રદાન કરવા માટે વિવિધ Blogs પણ લખી રહ્યા છે.
વ્યક્તિઓ અને કોર્પોરેટ ગૃહોને નાણાકીય સલાહ અને રોકાણના ઉકેલો આપીને ગુરલીન કૌર અસરકારક રીતે તેમના પિતાની કંપની “ત્રિલોક સિંઘ એન્ડ એસોસિએટ્સ, હરિપટ્ટી” ને વિસ્તરણ કરવા માટે સંચાલન કરે છે. શરૂઆતમાં ગુરલીન કૌરે ધંધામાં સદભાવ જાળવી રાખવા માટે વ્યવસાયમાં પગ મૂક્યો હતો પરંતુ પછીના તબક્કે તેમને સમજાયું કે યોગ્ય આર્થિક સલાહની જરૂરિયાત છે અને તે સરળતાથી લોકો માટે ઉપલબ્ધ નથી.’ હરિપટ્ટીનું સાહસ ખરેખર તેના પિતાનો વિચાર હતો અને વર્ષ 1985 માં શરૂ કરાઈ હતી. જો કે, તેમનું 2005 માં અવસાન થયું હતું અને ધંધો આગળ વધારવાની જવાબદારી ગુરલીન પર આવી હતી. તેમના સાહસની સફળતાનો એ પુરાવો છે કે હરિપટ્ટીને ઉત્તમ રીતે આગળ ધપાવવામાં તેઓ સક્ષમ રહ્યા અને તેમાં નવા આયામો પણ ઉમેર્યા.
હરિપટ્ટી ‘એક નાણાકીય સલાહ આપતી કંપની છે’ જે તેના ગ્રાહકોને નાણાકીય ઉત્પાદનોના વિતરણની સુવિધા અને નાણાકીય સલાહકાર સેવાઓ પ્રદાન કરે છે
હરિપટ્ટી ‘એક નાણાકીય સલાહ આપતી કંપની છે’ જે તેના ગ્રાહકોને નાણાકીય ઉત્પાદનોના વિતરણની સુવિધા અને નાણાકીય સલાહકાર સેવાઓ પ્રદાન કરે છે. તેમના આ સાહસ દ્વારા ગુરપ્રીતનો ઉદ્દેશ એ છે કે રોકાણકારો તેમના રોકાણો ગુમાવે નહિ તેમજ તેઓ તેમના ગ્રાહકોને વધુમાં વધુ સક્ષમ બનાવા માંગતા હતા અને તેમાં સલાહકારની બધી જ સુવિધાઓ પ્રામાણિકપણે આપવામાં આવે.
વર્ષ 2005 માં તેમને આવેલા વિચાર પ્રમાણે, ગુરલીન કૌર આજે તેમના ગ્રાહકો ને તેમની જીવનશૈલી, આવશ્યકતાઓ અને ભાવિ યોજનાઓની દ્રષ્ટિ સાથે સંપત્તિને આગળ વધારવામાં મદદ કરે છે. આત્મ-નિર્ભર રહેવાની રીતો દ્વારા મહિલાઓમાં નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે ગુરલીન કૌરે જયપુર માં એક વર્કશોપ ‘પર્સ મેનેજર’ નું હોસ્ટીંગ કર્યું. અને તેમણે નાણાકીય સાક્ષરતા, ઘરેલુ ઉદ્યોગો માટે નાણાકીય સ્વતંત્રતા રોકડ પ્રવાહ, કટોકટી સમયે ભંડોળ, વ્યક્તિગત બજેટ વગેરે વિષય પર સૂચન પણ આપ્યું.
ગુરલીન કૌર ના મત મુજબ, સ્ત્રીઓમાં ખૂબ જ ક્ષમતાઓ છે જેમાં તેઓ જાગૃત નથી. સ્ત્રીઓ સારી સહાનુભૂતિ ધરાવનારા, સારા લર્નર અને એક થી વધુ કાર્યનિપુણ હોય છે. તેમની પાસે સારી પ્રેરણા શક્તિ છે, અને તેઓ જાણે છે કે તેમના હૃદયમાંથી શું સાચુ છે કે ખોટું. આ વર્કશોપ તેમને એ શોધવામાં મદદ કરશે કે તેઓ પૈસાની વ્યવસ્થા વધુ સારી રીતે કરી શકે છે કારણ કે તે કુશળતા કુદરતી દેન છે. વર્કશોપમાં ગુરલીન કૌર હોમપ્રેનિયર્સ, મમ્મીપ્રેનિયર્સ અને વ્યવસાયી વિચારધારાવાળા ઘરના નિર્માતાઓને તેમના નાણાકીય નિર્ણયોમાં મદદ કરે છે અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
ગુરલીન કૌરે ઘણા બધા વર્કશોપનું આયોજન કર્યું છે. ફાઇનાન્સમાં તેમની કારકિર્દી મૂળભૂત રીતે વ્યક્તિઓને તેમની નાણાકીય સ્વતંત્રતા સંબંધિત લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો પૂરા પાડવામાં કોઈ પણ પ્રકારના સમસ્યાઓનો સામનો કર્યા વિના અને કોઈપણ મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્રિત કરવામાં કેન્દ્રિત છે.
વિવિધ વ્યક્તિઓ અને વ્યવસાયિક ગૃહોમાં રોકાણના ઉકેલો અને નાણાકીય જ્ઞાન પ્રદાન કરીને, ગુરલીન કૌર અસરકારક રીતે હરિપટ્ટીના સ્થાપક બન્યા છે. વર્ષ 2005 માં ઉદ્ઘાટન કરાયેલ કંપની ના સ્થાપક ગુરલીન કૌર આજે એક મોટો પરિવાર ધરાવે છે જ્યાં તે વ્યક્તિઓને નાણા અને વ્યવસાય વિશેની તેમની જાણકારી અનુસાર શક્ય તે રીતે શ્રેષ્ઠ સલાહ આપીને તેમની પોતાની દિશામાં સંપત્તિ લાવવામાં મદદ કરે છે. તેઓ આ કુશળતા અન્ય મહિલાઓમાં પણ પ્રદાન કરવા માંગતા હતા કે જેથી મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે.
ગુરલીન કૌરના મંતવ્ય મુજબ, હંમેશાં તમારી જાતને કામ કરતા રહેવું જોઈએ. જેમ આપણે પહેલાથી જાણીએ છીએ, “કંઈક પ્રાપ્ત કરવા માટે, તમારે થોડી વસ્તુઓ ગુમાવવી જોઈએ”. તે કહે છે “એક ઉદ્યોગસાહસિક બધા સમયે તમામ પ્રકારના પડકારો અને નવા અનુભવો માટે તૈયાર હોવો જ જોઇએ કારણ કે તે પ્રવાસનો માત્ર એક ભાગ છે.”
દરેકને આર્થિક રીતે તેમના વ્યક્તિગત નાણાંથી સજ્જ હોવું જરૂરી છે. જો કે સ્ત્રીઓ ને ઘણા કારણોસર પુરૂષો કરતાં વધુ આર્થિક આયોજનની જરૂર હોય છે. લગ્ન અને બાળજન્મના કારણે વધુ સ્ત્રીઓ કારકીર્દિ છોડી દે છે, છૂટાછેડા દરમાં વધારો થઈ રહ્યો છે અને છતાં મહિલાઓ પુરુષો કરતા આગળ નીકળી રહી છે. આંકડા દર્શાવે છે કે, સરેરાશ સ્ત્રીઓ પુરુષો કરતાં 5 વર્ષ લાંબુ જીવે છે, તેમના જીવનકાળ દરમિયાન 25 ટકા ઓછું કમાય છે અને તેમની કારકિર્દીમાં 11 વર્ષ ઓછું કામ કરે છે.
ગુરલીન કૌરની કેસ સ્ટડી મુજબ : ઘરેલું બજેટ એટલે – દર મહિનાની શરૂઆતમાં કરિયાણા, લાઈટ બીલ, શિક્ષણ ફી, ખોરાકી ખર્ચ વગેરે માટે અલગ રકમ રાખવી જોઈએ. જયારે વ્યક્તિગત ફાઈનાન્સ બજેટમાં- જુદા જુદા લક્ષ્યો જેવા કે ઉચ્ચ શિક્ષણ અને બાળકો માટે લગ્ન, નિવૃત્તિ, મુસાફરીના લક્ષ્યો, મકાન વગેરે માટે બચત પાછળની ગણતરી કરવી.
નાણાકીય યોજના બનાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે સ્ત્રીઓને તેમના પતિ, પિતા, ભાઈઓ થી અલગ કરવામાં આવે. આ કરવાથી, તેઓ ક્યાં ઉભા છે ? અને તેઓ શું પ્રાપ્ત કરવા માંગે છે ? તે વિશેની યોગ્ય સમજ પ્રાપ્ત કરશે. સ્ત્રીઓ તેમની જરૂરિયાતોને આધારે પોતાના વ્યક્તિગત નિર્ણય લઈ શકે છે. જો કોઈ સ્ત્રી પોતાની નાણાકીય વ્યવસ્થા કરે છે તો જરૂરિયાત ઉભી થાય ત્યારે પૈસાની બાબતોને વ્યક્તિગત રૂપે સંભાળવા માટે સારી રીતે તૈયાર રહી શકે. “કુટુંબ ચલાવવા માટે વિવિધ રોકાણોની રીત, બચત અને ખર્ચનું જ્ઞાન હોવું મહત્વપૂર્ણ છે.” સફળ નાણાકીય જીવન માટે આ મુખ્ય બાબત છે.
સંકલન : કિંજલ ગુપ્તા રામી
B.Com, BCA. B.Libs, એક્ઝોટિકા સ્કૂલ
સામાજિક કાર્યકર