નિત્ય સમાચાર

IFFCO દ્વારા નેનો યુરિયા લિક્વિડ ની શોધ

IFFCO દ્વારા વિશ્વ માં પ્રથમ વખત ગુજરાત ના કલોલ ખાતે નેનો યુરિયા લિક્વિડ (પ્રવાહી સ્વરૂપે) ની શોધ કરવામાં આવી છે.તેમાં નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ પેટન્ટ ટેકનૉલોજિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇફકો દ્વારા તેમની 50 મી વાર્ષિક સભા માં નવી દિલ્હી ખાતે વિશ્વ સમક્ષ મૂક્યું હતું. આ નેનો યુરીયા વાતાવરણ, હવા, માટી અને પાણી ને સ્વચ્છ તેમજ સલામત રાખવામા મદદ કરે છે.

નેનો યુરિયા ગુજરાત ના કલોલ અને ઉત્તર પ્રદેશ ના અમલા અને ફુલપુર માં બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે

નેનો યુરિયા ગુજરાત ના કલોલ અને ઉત્તર પ્રદેશ ના અમલા અને ફુલપુર માં બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કા માં 14 કરોડ અને બીજા તબક્કા માં 2023 સુધી માં 320 મિલિયન બોટલો ઉત્પાદન કરવાની તૈયારી કરવામાં આવી છે.

https://divyamudita.com/iffconanoliquid/અત્યારે વાયુ પ્રદૂષણ અને અન્ય ખાતરો ખેતરો માં થી પોષક તત્વો નો નાશ કરે છે. યુરિયા ના વધારે પડતા ઉપયોગ થી ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થાય છે જેણે નાઇટ્રોઓક્ષઈડ કહેવામા આવે છે જે ગ્લોબલ વોર્મિંગ માં વધારો કરે છે. નેનો યુરીયા લિક્વિડ નો ઉપયોગ લાંબાગાળે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ને ઘટાડવા માં મદદ કરશે. તે પરંપરાગત યુરિયા નો સારો વિકલ્પ બની શકે છે.

નેનો યુરિયા ના એક કણ નું કદ લગભગ 30 નેનો મીટર જેટલું હોય છે. જે પાંદડા પર છાંટવામાં આવતા સરળતાથી છોડ દ્વારા શોષાય છે અને છોડ ને સંતુલિત માત્રા માં પોષક તત્વો પૂરા પાડે છે. નેનો યુરિયા ને 11000 થી વધુ સ્થળો અને 40 થી વધુ પાક માં પરીક્ષણ કરવામાં આવ્યા બાદ વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યું છે. તે સામાન્ય યુરિયા કરતાં 50 ટકા જરૂરિયાત ઘટાડી શકે છે. નેનો યુરિયા નો ઉપયોગ માણસો, પ્રાણીઓ અને પર્યાવરણ માટે સંપૂર્ણ સલામત છે તેમ IFFCO નું માનવું છે.

Related Posts