લેખાનુભુતિ

વૃક્ષનું મહત્વ

કોરોનાના સમયમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. આ સમયે આપણે ઑક્સિજનની મહત્તા કેટલી છે તે સારી રીતે ખબર પડી. લાખો રૂપિયા ખર્ચ કરતાં પણ લોકો પોતાનો જીવ બચાવી શક્યા નથી.

આપણે આ ઑક્સિજન કુદરત પાસેથી સાવ મફતમાં  લઈએ છીએ. તો શું આપણે કુદરતનુ ઋણ ચૂકવવું ના જોઈએ? આપણે જાણીએ છીએ કે ઑક્સિજન વૃક્ષોમાંથી મળે છે. પણ આપણે આપણી ભૌતિક સગવડતા ખાતર વૃક્ષો કાપતા જ જઈએ છીએ. આ સમય જોઈને આપણે સમજી જવુ જોઈએ. આપણ ને કુદરત ની એક થપાટ છે કે હરિયાળી તરફ પાછા વળો અને વૃક્ષો વાવો.

આપણી ફરજ છે કે આપણી નવી પેઢીને વૃક્ષોની મહત્તા સમજાવી જોઈએ. નહિ તો ક્યાંક નવી પેઢીને ઑક્સિજનની બોટલ ખભે લઈને ફરવાનો વારો ના આવે એ માટે આપણે જવાબદાર ગણાઈશુ

ધર્મમાં પણ કહેલુ છે કે જીવનમાં દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ અને આપણે જાણીએ છીએ કે આપણો ધર્મ હમેશા વિજ્ઞાન સાથે જ વાત કરે છે. ગીતામાં પણ ભગવાનશ્રી કૃષ્ણ એ કહ્યું છે કે વૃક્ષો માં હું પીપળો છું જે કહેવાનું તાત્પર્ય એ જ છે કે પીપળો 24 કલાક ઑક્સીજન આપે છે તેથી પૃથ્વી પર રહેલા તમામ જીવને જીવન જીવવામાં કોઈ તકલીફ ના પડે.

https://divyamudita.com/importance-of-tree/આસામના જાદવ પયાગ નામનો એક માણસ પોતાના 30 વર્ષ ફક્ત વૃક્ષો વાવવામાં આપ્યા એણે પોતે એક આખુ જંગલ બનાવી તેના દ્વીપને સુરક્ષિત કર્યો. તે  forest of India ના નામથી જાણીતા થયા. તેમણે  જંગલનો વિસ્તાર વધારીને કુદરતને ખુબ મોટી ભેટ આપી અને ઘણા બધા પ્રાણી અને પક્ષીઓને તેમનુ આશ્રૃય સ્થાન આપ્યું અને જંગલને 550 હેક્ટર જમીનમાં બનાવ્યું. અત્યારે એને મેક્સિકોમાંથી પણ આમંત્રણ મળ્યું છે અને ભારત સરકારે પણ તેમને પદ્મશ્રી અવોર્ડથી સમ્માનિત કર્યા છે

જેમ જેમ વૃક્ષો ઓછા થતાં જશે તેમ તેમ માનવ જીવનની અગવડતા વધતી જશે. કદાચ આંતરે વર્ષે lock down ના સહન કરવું પડે? વૃક્ષો એ પ્રકૃતિ નો શણગાર છે. જમીનને રણ બનતા વાર નહિ લાગે. પક્ષી અને પ્રાણીઓના જીવન ઉપર  ખુબ માઠી અસર પડશે. પક્ષી, પ્રાણી અને વૃક્ષો એકબીજા નો પર્યાય છે. પક્ષી અને પ્રાણીઓનો જંગલો બચાવવામાં ઘણોખરો ફાળો છે. મહત્તમ ફળોના બીજનો ફેલાવો એ લોકો કરે છે માટે જ માનવજાત સ્વાર્થીના બનતા પોતાના ઉપયોગ માટે કુદરતની પ્રકૃતિ અને રચનાને રંજાડવી જોઈએ નહીં  અને વધુમાં વધુ કુદરતની નજીક જવા માટે આનીથી સરળ કોઈ રસ્તો નથી તે સમજવું જોઈએ. જીવનમાં એક વૃક્ષ વાવીને પોતાની જાતને સંતોષ આપી ભવિષ્યની પેઢી ને મદદ રૂપ થવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. આપણી ફરજ છે કે આપણી નવી પેઢીને વૃક્ષોની મહત્તા સમજાવી જોઈએ. નહિ તો ક્યાંક નવી પેઢીને ઑક્સિજનની બોટલ ખભે લઈને ફરવાનો વારો ના આવે એ માટે આપણે જવાબદાર ગણાઈશુ.

વૃક્ષો વાવવાએ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

https://divyamudita.com/importance-of-tree/Writer : તેજલ પટેલ , અમદાવાદ
સામાજિક કાર્યકર ,
સામાજિક સમસ્યા ના સલાહકાર

Related Posts