નિત્ય સમાચાર

ઇસ્કોન મંદિર મહેસાણા જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ ભક્તિ માં રંગાયું

સમગ્ર ભારત અને વિશ્વ માં જન્માષ્ટમી પર્વ ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવ્યો. જેમાં ઇસ્કોન પરિવારે પણ તેમના તમામ મંદિરો માં ભગવાન કૃષ્ણ નો જન્મોત્સવ ધામધૂમ થી ઉજવ્યો. મહેસાણા ઇસ્કોન પરિવાર ના ભાવિક ભક્તો અને નગરજનો પણ કૃષ્ણ ભક્તિ માં જોડાયા અને ભાવપૂર્ણ જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી  કરી. આ પ્રસંગે બાલ કૃષ્ણ ને દૂધ,દહી અને જુદા જુદા નો ફૂલો નો અભિષેક કરવામાં આવ્યો. નાના નાના બાળકો એ ક્રિષ્ના ના જીવન ચરિત્ર ના નાટક ભજવી ને તેમજ વિવિધ વેશભુષા સાથે દર્શનાર્થે આવેલા લોકોની કૃષ્ણ ભક્તિ ની ઉત્સાહ માં વધારો કર્યો હતો.

https://divyamudita.com/iskon-temple-mehsana-janmashtami/મંદિર ને સુંદર રોશની થી શણગારવામાં આવ્યું હતું અને રાત્રે 12 વાગે રંગીન આતિશબાજી કાનુડા ના જન્મ ને વધાવવામાં આવ્યો હતો. ભક્તો ના નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ઘોસ થી  મંદિર માં  કૃષ્ણ જન્મ  નો આનંદ છવાઈ  ગયો  હતો. કાર્યક્રમ ના અંતે મંદિર તરફ થી ખૂબજ સરસ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં  આવી હતી.

સંકલન : દિવ્યા મુદિતા ટીમ , ફોટો – ઇસ્કોન પરિવાર

Related Posts