કચરા મુક્ત ગુજરાત- ગામડાઓમાં અને શહેરમાં મહાશ્રમ દાન કાર્યક્રમ
કચરા મુક્ત ગુજરાત 1 ઓક્ટોબરે જિલ્લાના તમામ ગામડાઓમાં અને શહેરમાં અનેક વિસ્તારોમાં મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાશે. સ્વચ્છતા સેવા અંતર્ગત મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11:00 વાગ્યા સુધી ગાર્બેજ ફ્રી ઇન્ડિયા અંતર્ગત મહાશ્રમ દાન કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકાર, અધિકારીઓ, અને કર્મયોગીઓ જોડાવાના છે. આ કાર્યક્રમના પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર એમ . નાગ રાજન ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં વાસ્તવિક સ્વચ્છતા માટે બધા સાથે ભેગા મળીને સ્વચ્છતા થાય, અને તેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહેસાણા જિલ્લામાં સરસ એવી કામગીરી થઈ રહી છે. 15 સપ્ટેમ્બરના રોજ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશ એ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ત્યારબાદ વિવિધ યોજનાકીય ઘટકોનું ખાતમુહુર્ત કરીને અને કાર્યક્રમની પૂર્વ તૈયારી કરી હતી. સફાઈ મિત્રોના હેલ્થ ચેકઅપ અને સ્વચ્છતા શપથ, શોક પિટ, કમ્પોસ્ટ પિટ નિર્માણ અને જાળવણી માટે લોકજાગૃતિ બ્લેક સ્પોટ ની સફાઈ સ્વચ્છતા સંબંધીત, તમામ ગામોને ઓડીએફ પ્લસ બનાવવા જાગૃતિ હાથ ધરવી, શાળાના સ્વચ્છતા ને લગતી, સ્વચ્છતા ની રેલી કાઢવી, નિબંધ સ્પર્ધાનું આયોજન કરવું. ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવું આ લોકોને જાગૃત કરવા માટે સ્વચ્છતા રેલી કાઢવી જરૂરી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સખી મંડળની બહેનો, આંગણવાડી ની બહેનો, ગામના આગેવાનો સાથે મહાશ્રમ દાન એટલે કે વધારે મહેનત કરીને આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
સ્વચ્છતા એક સેવા કાર્યક્રમ આ એક વિભાગ નો કાર્યક્રમ ન બનતા વિવિધ વિભાગો પણ જોડાયા છે. જેમાં પંચાયત, અને ગ્રામ વિકાસ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ વિભાગ, કૃષિ વિભાગ, પશુપાલન, સહકાર વિભાગ વન વિભાગ અને પાણી પુરવઠા સહિતના વિભાગો જોડાયા છે. એક ઓક્ટોબર ના રોજ યોજના ર મહાશ્રમ દાન કાર્યક્રમ સવારે 10 થી 11 સુધી છે. જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ગામના સ્થળે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની હાજરીમાં જનભાગીદારી થી યોજાય છે. જેમાં વસ્તીને ધ્યાન લઈને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં એકત્રિત કચરાનો નિકાલ કરવો અને કાર્યક્રમ દ્વારા તમામ પ્રવૃત્તિના આધારે કાર્યક્રમ યોજાયો છે.
Writer : Sapna Joshi || Teacher