નિત્ય સમાચાર

ભાદરવી પૂનમ અંબાજીનો મહિમા

બોલ મારી અંબે જય જય અંબે પૂનમે મા અંબાનું ભગવતી દેવી શક્તિનું પ્રાગટ્ય થયેલું. ભાદરવી પૂનમનો વ્યાપક સમાજમાં ભારે મહિમા છે. ભાદરવી પૂનમના આસપાસના પાંચ સાત દિવસના માં અંબાના સ્થાનકે પ્રકૃતિના ખોળે માનવ મેરામણ લેહરાતો હોય. એવા પદયાત્રીઓને ભવ્ય મેળો હોય છે. ભાદરવા બેસતા અજ માય ભક્તોને ગબ્બરના ગોખ વાળી અને આરાસુરના ચાચર ચોક વાળી માતા અંબાજીનું સ્મરણ થતાં જ એમનું હૈયું અને પગ થનગની ઊઠે છે. પૂનમના દિવસે માતાજીનો હુકમ થયો હોય ત્યારે ભક્તો રથ લઈને ચાલી ચાલી ને રથ સાથે જાય છે અને બોલે છે. બોલ મારી અંબે જય જય અંબે બોલતા બોલતા જાય છે અને માતાજી સુધી પહોંચે છે. જય જય અંબે ના નારા લગાવતા પગપાળા માતાજી તરફ ચાલી નીકળે છે ભાદરવી પૂનમ એટલે આરાસુરના ડુંગરે પગપાળા જઈને પોત પોતાની માન્યતાઓ પૂરી કરે છે, કોઈ બાધા પૂરી કરવા જાય છે, કોઈ ધજા ચડાવવા જાય છે. પોતાની મનોકામના પૂર્ણ કરવાની મહાયાત્રા કે મહા મેળો છે. મોટામાં મોટો માય ભક્તોને ધાર્મિક મેળો ગણાય છે. ભારતની વિવિધ રંગી અને અનેકતામાં એકતાની સંસ્કૃતિના એમાં દર્શન થાય.

https://divyamudita.com/bhadaravi-poonam-ambaji-melo/આપના પ્રાચીન અને પ્રસિદ્ધિ દેવી પીઠો કે શક્તિધામ વસ્તી વાહનોના ઘોઘાટ અને પ્રદૂષણ, દૂર ઊંચી ગિરિમાળાઓની હરિયાળી, અને ઝાડવાઓ આબુ પર્વતના એક ભાગ સ્વરૂપે અરવલ્લીના આરાસુર ડુંગર, શક્તિપીઠમાં વિરાજતા દેવી અંબા પોતાના ઊંચા શિખર પર ની ધ્વજા ફરકાવીને કે ચાચરના ચોકમાં ઝાંઝરી નો રણકાર કરીને જાણે કે તે માઈ ભક્તોને આમંત્રણ આપે છે. અને માતાજી કહે છે કે, આવો મારા આંગણે આવો મારા દ્વારે પ્રકૃતિના હાર્યા ભર્યા ખોળામાં મારા દર્શન કરો અને સાથે સાથે આ લહેરાતા વૃક્ષોના નદીનાળા ના દર્શનનો પણ આનંદ માણી લો . ભાદરવા સુદ બીજ થી પૂનમ સુધીનો સમય ગાળો એટલે કુદરતના ખોળે પગપાળા જઈને વરસાદ હોય કે ગરમી હોય, કાં તો ખરો તડકો હોય તો પણ ભક્તો પગપાળા માં અંબેના દર્શન કરવા ચાલી જાય છે. વૃદ્ધ , નાના મોટા ભાવિકો રથ ખેંચે છે. અને માતાજીના ગરબા ગાતા ગાતા જાય છે. માતાજીના નામનો જય ઘોષ કરતા ચાચરના ચોકમાં એ રથ માતાજીના અર્પણ કરીને આવે છે. આવા લગભગ 300 થી 400 જેવા રથ આવે છે. કેટલા ભક્તો વાહનોમાં આવે છે. તો કેટલાક ભક્તો ધ્વજા લઈને આવે છે. ભાદરવા સુદ પાંચમ થી ચૌદસ સુધી અંબાજી તરફ આવતા તમામ માર્ગોમાં પદયાત્રાઓ, અને વાહનોથી, કીડીયારી જેમ ઉભરાય છે. અને માર્ગમાં ઊભા કરાયેલા સેવા કેન્દ્રમાં સેવકો ભાવનિષ્ઠાપૂર્વક પદયાત્રીઓની સેવા કરે છે. ખરેખર આ ભાદરવા સુદ મેળામાં અંબાજી સાધનમાં જાવ એના કરતાં ચાલીને જાવ એમ તો બહુ જ મજા આવે છે. ખરેખર માં અંબાજી આ પગપાળા ચાલીને આવે છે તેમનું રક્ષણ કરે છે અને તેમની શક્તિ આપે છે. બોલ મારી અંબે જય જય અંબે.

Writer : Sapana Joshi || Teacher

Related Posts