નિત્ય સમાચાર

૨૧મી જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મહેસાણામાં પ્રારંભ

પ્રાચીન કાળથી ભારતમાં યોગનું ખૂબ મહત્વ છે. ઋષિમુનિ તથા સામાન્ય જનમાનસ પણ યોગને ખૂબ મહત્વ આપતા હતા. યોગ એક એવી કળા કે વિજ્ઞાન છે જેનાથી મનુષ્ય શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. આજના સમયમાં યોગ એક વરદાન સમાન છે. તેથી આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેનું મહત્વ વધી રહ્યું છે. ૨૧ જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સૌપ્રથમ વર્ષ ૨૦૧૫ માં ઉજવવામાં આવ્યો હતો. જેની પહેલ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. યોગથી થતા ફાયદા અને ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને આખા વિશ્વએ તેનો સ્વીકાર કર્યો અને ૨૧ જૂનને સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો.

https://divyamudita.com/international-yog-day-in-mehsana/આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૪૧ દિવસનું કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને યોગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં તાલીમ સત્રના પહેલા દિવસે સાર્વજનિક કેમ્પસમાં યોગ તાલીમ અને યોગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ૭૦૦થી વધારે લોકો સામેલ થયા હતા. આ યોગ તાલીમને પ્રેરણા પૂરી પાડવા મહેસાણા ધારાસભ્યની સાથે સાથે જિલ્લાના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. યોગની તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓ માટે આયોજકો દ્વારા ટીશર્ટ તથા એનર્જીડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ ઉત્સાહથી ભાગ લઈને કાર્યક્રમની શુભારંભમાં હકારાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું.

સંકલન : દિપીકા અગ્રાવત || દિવ્યામુદિતા ટીમ

Related Posts