લેખાનુભુતિ

શાળા જીવનના સંસ્મરણો

શાળા, આ શબ્દ કદાચ જીવની ઉત્પતિની સાથે જ આવેલો હશે. મહાભારત , રામાયણ કે અન્ય બધા જ ગ્રંથોમાં આનું મહત્વ સમજાવ્યું છે શાળાનું જીવન ખરેખર દરેક માટે અમુલ્ય હોય છે. વ્યક્તિ ગરીબ હોય કે અમિર કે મધ્યમ વર્ગ દરેકનો આ સમયગાળો તેના માટે અદભૂત હોય છે.

દફ્તરનો ભાર લઈને શાળાએ ગયા ત્યારે નહોતી ખબર આ શાળાના સ્મરણોનું દફ્તર જીવનનો ભાર હળવો કરશે.

કદાચ એટ્લે જ શ્રીકૃષ્ણ અને સુદામા તેમના ગુરુકુળની વાતો કરતાં કરતાં તને સાંભરે મને કેમ વિસરે રે , સમયનું ભાન ભૂલ્યા હશે શાળામાં શિક્ષણની સાથે સાથે આપણા પાયાનું ઘડતર તો થાય જ છે પણ તે વખતના નિર્દોષ મિત્રોની અમુલ્ય યાદો આપણને ભગવાનની ભેટની જેમ મળે છે આ મિત્રતા ખરેખર લોહીના સંબંધો કરતાં પણ વધારે અધિક બની જાય છે. એક રૂપિયા ની વસ્તુ પણ વહેંચી ને ખાવી તેનો પાઠ ત્યાથી શરૂ થાય છે એ યાદો જીવનના છેલ્લા સમય સુધી જડીબુટ્ટીનું કામ કરે છે. સમય જતાં કદાચ જીવનનો ભાર નીચે બધુ છૂટતું જાય છે પણ નવરાશના પળોમાં જાણે કે પાંખો મળી હોય અને હાલ જ ત્યાં પહોંચી જઈએ તેવી રીતે વાગોળવાનું મન થાય છે. શાળાકીય જીવનમાં એવું લાગ્યા કરે કે ક્યારે મોટા થઈને આગળ જતા રહીએ પણ પછી એવો એહસાસ થાય છે કે તે જ જીવન સોના જેવુ હતું તેને તો ખોટા સપનાઓ પાછળ વેડફી દીધું . શાળાકીય જીવન દરમ્યાન આપણે આપણી અડધી જિંદગી જીવીએ છીએ આપણા બાળપણથી લઈને આપણી યુવાની પણ શાળામાં જ પસાર થાય છે.

https://divyamudita.com/memories-of-school-life/શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગુણના આધારે તો આગળ આવે જ છે પણ રમતા રમતા જીવનમાં કામ આવે એવા અમૂલ્ય પાઠ શીખવી જાય છે. દરેક વ્યક્તિ માટે શાળાનો પહેલો દિવસ ખૂબ જ યાદગાર હોય જ પછી ભલેને આપણા વડાપ્રધાન મોદી સાહેબ હોય કે અબ્દુલ કલામ સાહેબ હોય તેમને સાંભળીએ ત્યારે ત્યારે તે અચૂક તેમના શાળાના સંસ્મરણોને યાદ કરે છે એટ્લે શાળા જીવન એક સોનાનો સમય હોય છે. પણ કહેવત છેને કે સમયને પાંખો હોય છે તે ક્યારે પસાર થઈ જાય છે તે ખબર નથી પડતી. પણ આ સમયને વાગોળતાં આપણે જિંદગીને સરસ રીતે જીવીએ છીએ. એ યાદો આપણા જીવનને આનંદથી ભરી દે છે.

શાળામાં મિત્રો સાથે કરેલા તોફાનો,  છેલ્લી બેન્ચ પર બેસવાની, ચાલુ પિરિયડમાં નાસ્તાના ડબ્બામાંથી ખાવું, આ બધુ એક વિદ્યાર્થી જીવનનું ભાથું છે. કોઈ એવો વિદ્યાર્થી નહીં હોય તેને પોતાના શિક્ષકનું ઉપનામના રાખ્યું હોય. શાળામાંથી જ બાળકો સપના જોવાની શરૂઆત કરે છે પોતાની કારકિર્દી ઘડવાની વાતો કરે છે. શાળામાંથી જ દરેક બાળક પોતાનો પાયો બનાવવાની શરૂઆત થાય છે. આપણા દેશની કમનસીબી છે કે ઘણા બાળકો શાળા જવાથી વંચિત રહી જાય છે. ઘણા વિદ્યાર્થીઓને પોતાના ઘરની જવાબદારી માટે ભણતર અધરું છોડવું પડે છે. તેમના માટે શાળા જીવન એક સપનું જ રહ્યું હોય છે પણ જેણે મેળવ્યું છે તે કેટલું કિમતી છે તે તેજ જાણે છે.  શાળા એ જીવનમાં પુષ્પો ખીલવતો બાગ છે પછી આપણે તેને કેવી રીતે સાચવવો તે આપણી ઉપર નિર્ભર છે.

https://divyamudita.com/memories-of-school-life/
Writer : Tejal Patel,
Ahmedabad

Related Posts