ભારતની રાષ્ટ્રીય નદી ગંગા
ગંગા નદીને 4 નવેમ્બર, 2008 ના રોજ ભારતના વડા પ્રધાન મનમોહન સિંહે ભારતની રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરી હતી . ગંગા એ ભારતની સૌથી લાંબી નદી છે, જે 2525 કિલોમીટરની લંબાઇ ધરાવે છે ગંગા હિન્દુ ધર્મની પવિત્ર નદી છે હિન્દુઓ તેને “જીવનદાન આપતી નદી” તરીકે પૂજે છે, જેને તેને માતા ગંગા કહે છે. તેને સંસ્કૃત ભાષામાં ત્રિપાથગી (ત્રણેય વિશ્વનો પ્રવાસ કરનારી) કહેવામાં આવે છે ધાર્મિક પુરાણો મુજબ રાજા ભગીરથે તેને જમીન પર અવતરવા માટે તપ કર્યું હતું. જેથી તેને ભાગીરથી પણ કહેવામા આવે છે