નિત્ય સમાચાર

ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા

વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે દરરોજ સાંજે ફૂટપાથ પર ભરાતી રાવલ દાદાની પાઠશાળા. શિક્ષકો ભલે શાળામાંથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ બાળકોને ભણાવવાની ધગસ તેમનામાં આજીવન રહે છે. રાવલ દાદા વસ્ત્રાલમાં રહે છે. તે નિવૃત્ત શિક્ષક છે. તે ફૂટપાથ પર ૮૦ જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક ભણાવીને સાત વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. આદિનાથ નગર, ગોકુલ નગર, ઓઢવ, રતનપુર, વસ્ત્રાલ વગેરે વિસ્તારોના બાળકો દરરોજ સાંજે રાવલ દાદા પાસે ભણવા આવે છે. ખુલ્લા આકાશ નીચે વૃક્ષોની છાયડે પલાઠી વાળીને હાથમાં પાટિયું અને ચોપડી લઈને ભણતા આ ભૂલકાઓ ભૂતકાળના શિક્ષણ પદ્ધતિના સંસ્મરણ ભૂલી જાય છે.

ધનસુરા ગામની સરકારી હાઈસ્કૂલમાં 35 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત શિક્ષક કે. ડી રાવલ એક દિવસ સાંજે વસ્ત્રાલના બગીચામાં બાકડા પર બેઠા હતા ત્યારે ત્યાં આવેલા પિતા પુત્રની તકરાર સાંભળીને તેમને ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોને નિશુલ્ક શિક્ષા આપવાનો વિચાર આવ્યો હતો. તેમને તે જ બાંકડા પાસે બાળકોને ભણાવીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું અને વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવા માટે સજ્જ કરી રહ્યા છે. 77 વર્ષીય રાવલ દાદા સાત વર્ષથી દરરોજ સાંજે છ થી સાડા સાત સુધી બગીચામાં ધોરણ એક થી નવ સુધીના વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમની સાથે આ સિવાય યજ્ઞમાં ત્રણ મહિલાઓ પણ સેવામાં જોડાયેલી છે. આ મહિલાઓ પણ રાવલ દાદા સાથે બાળકોને ભણાવે છે. બાળકોને સારી રીતે શિક્ષણ આપે છે. દાદાની પાઠશાળામાં પહેલા ઓમના ઉચ્ચાર સાથે વિદ્યાર્થીઓને નવી ઉર્જાનું સ્પંદન કરાય છે. ગરીબ વર્ગના ૮૦ વધુ બાળકો સાંજે છ વાગે ભણવા ઉત્સાહથી પહોંચી જાય છે. પિતા પુત્રની તકરાર સાંભળીને શિક્ષણ યજ્ઞનો રાવલ દાદાને આ પાઠશાળાનો વિચાર આવ્યો. ખરેખર આ રાવલ દાદાના વિચાર બહુ જ સારા છે. નિવૃત્ત થઈ ગયા પછી આટલી ઉંમરે એમને ગરીબ બાળકોને ફૂટપાથ પર ઝાડ નીચે બેસાડીને દાદાએ પાઠશાળા ચાલુ કરી હતી.

સંકલન : Sapna Joshi || Teacher 
Volunteer : Sadguru Foundation

 

Related Posts