શ્રીલંકા ના પ્રવાસ માટે શિખર ધવન કેપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન ને વન ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.19 સભ્યો ની આ ટીમ માં ભાવનગરના ગરીબ પરિવાર માં થી આવતા ફાસ્ટ બોલર ચેતન સાકરીયા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 3 વન ડે અને 3 ટી 20 મેચ રમશે. તમામ મેચ કોલમ્બો માં રમાશે. બીસીસીઆઈ એ યુવા ટીમ બનાવી છે જેમાં આઇપીએલ માં રમેલા ખેલાડીઓ ને સ્થાન આપવામાં આવ્યું છે.
એક જ સમયે ભારતીય ટીમ બે સીરિઝ રમવા જઇ રહી છે જેમાં મુખ્ય ટીમ વિરાટ કોહલી ની કેપ્ટનશિપ હેઠળ ઈંગ્લેન્ડ માં ન્યુઝીલેંડ સામે આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ રમશે. ભારતીય ટિમ શ્રીલંકા માં 13 થી 25 જુલાઇ ની વચ્ચે વનડે અને ટી 20 રમશે.
શ્રીલંકા પ્રવાસ માટે ની ટીમ આ મુજબ છે.: શિખર ધવન(કેપ્ટન), ભુવનેશ્વર કુમાર(વાઇસ કેપ્ટન), દેવ દત્ત પડ્ડિકલ, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, મનીષ પાંડે,સૂર્યકુમાર યાદવ,કુલદીપ યાદવ, ઈશાન કિશન,સંજુ સેમસન,દિપક ચહર, યુજ્વેંદ્ર ચહલ,નિતિશ રાણા, વરુણ ચક્રવતી, પૃથ્વી શૉ, રાહુલ ચહર,ઋતુરાજ ગાયકવાડ, કૃષ્ણપ્પા ગૌતમ,નવદીપ સૈની.