જાણ્યું છતાં અજાણ્યું

વિશ્વની સૌથી મોટી શાળા

વિશ્વની સૌથી મોટી શાળા ભારતના યુપી ,લખનઉ માં છે. જેનું નામ ‘સિટી મોંટેસરી સ્કૂલ’ છે. આ શાળા તેના 18 કેમ્પસ માં દર વર્ષે 40 થી 50 હજાર બાળકોને ભણાવે છે. આ શાળા ની સ્થાપના 1959 માં ડો.જગદીશ ગાંધી અને ભારતી ગાંધીએ કરી હતી. ભાડા ની જ્ગ્યા માં માત્ર પાંચ વિદ્યાર્થીઓ સાથે અને 300 રૂપિયા ની ઉધાર મૂડી સાથે આ શાળા શરૂ કરી હતી. 2002 માં સિટી મોંટેસરી સ્કૂલ ને શાંતિ શિક્ષણ માટે યુનેસ્કો પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવી હતી. બૌધ્ધ ગુરુ દલાઇ લામા તરફથી શાળા ને “હયુમિનિટીઝ એવોર્ડ” પણ મળેલ છે.

Related Posts