નિત્ય સમાચાર

મેઢાસણ ગ્રામજનો દ્વારા પક્ષીઓના ચણ માટે વાર્ષિક અંદાજે 1200 થી 1500 મણ જેટલું અનાજ

મેઢાસણના ગ્રામજનો પક્ષીઓ માટે રોજનું 70 કિલો થી વધારે ચણ નાખે છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પૈસા માટે ભાગી રહ્યા છે. સમાજમાં પોતાના જ ઘરના સભ્યો માટે તેમના રોટલા માટે ભટકતા હોય છે. મહેનત મજૂરી કરે છે. ત્યારે મોડાસાના મેઢાસણ ગ્રામજનો દ્વારા પોતાના માટે તો ઠીક પરંતુ મૂંગા પક્ષીઓની પણ તે વધારે ચિંતા કરે છે. તે લોકો મહેનત કરીને ઘર તો ચલાવે છે તેમજ સાથે સાથે તે લોકો મૂંગા પક્ષીઓની પણ ચિંતા કરે છે. મેઢાસણ ગામની અંદાજિત 2000 ની વસ્તી પાસેથી રોજનું અંદાજિત 70 થી 80 કિલો જેટલું અનાજ એકત્રિત કરવામાં આવે છે. જે પક્ષીઓના ચણ માટે નાખવામાં આવે છે. મેઢાસણ ગામમાં મહત શ્રી ગંગાનાજી એ ઈસવીસન 1963 માં ચબૂતરાની સ્થાપના કરી હતી. ત્યારબાદથી આજ સુધી ગ્રામજનો દ્વારા રોજ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે. વર્ષો થતાં ચબૂતરો જર્જરી થતા વર્ષ 1999 માં પૂજ્ય જેસીંગ બાપાની પ્રેરણાથી નવીન ચબૂતરો ગ્રામજનો દ્વારા બનાવ્યો હતો. ખાસ કરીને ગામમાં વસતા ચૌધરી સમાજ દ્વારા સતત આ ચણ માટે ચબૂતરા માટે ફાળો આપવામાં આવ્યો છે. ફરજિયાત ઘર દીઠ અનાજ પક્ષીઓના માટે આપવામાં આવે છે. પક્ષીઓના ચણ માટે વાર્ષિક અંદાજે 1200 થી 1500 મણ જેટલું અનાજ ગ્રામજનો દ્વારા ભેગું કરાય છે. ગ્રામજનો પોતાની શક્તિ પ્રમાણે અનાજ આપે છે. આ 60 વર્ષથી ચાલતી સેવાનું સંપૂર્ણ સંચાલન ગામમાં ચૌધરી સમાજ દ્વારા કરાયેલું છે. આ ચબૂતરો વધારે જૂનો પુરાણો થઈ ગયો હતો. એટલે વર્ષ 1999 માં પૂજ્ય જેસીંગ બાપાની પ્રેરણાથી નવીન ચબૂતરો બનાવ્યો હતો. ખરેખર આ ગામના લોકો તેમને તેમની ઘરની જવાબદારી સાથે સાથે તેમને મૂંગા પક્ષીઓ માટે તેમના ચણ માટેની ચિંતા વઘારે છે. ગ્રામજનો પોતાની યથાશક્તિ પ્રમાણે અનાજ ઘઉં ચોખા, ચોખા બાજરી જે રીતે એમના ઘરમાં અનાજ હોય એ રીતે પોતાની ફરજ નિભાવીને, સમજીને જાતે જ અનાજ ચબુતરા પાસે મૂકી જાય છે. આવા જીવદયા પ્રેમી ગ્રામજનો ને સો સો સલામ.

સંકલન : સપના જોશી || દિવ્યામુદિતા ટીમ

Related Posts