નિત્ય સમાચાર

સિંગલ ચાર્જ માં 160 કિલોમીટર સુધી ચાલશે.. Rugged ઇલેક્ટ્રીક સ્કુટર

ભારતીય કંપની eBike Go એ માર્કેટ માં જી1 અને જી1+ વેરિયન્ટ માં Rugged ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે. જેમાં બે 2KWH ની બેટરી લગાવવામાં આવી છે જેને આસાનીથી બદલી શકાય છે. કંપની નો દાવો છે કે બેટરી ને 3.5 કલાક માં ચાર્જ કરી શકાય છે અને 160 કી.મી. સુધી ચલાવી શકાય છે. આમાં એક 3KW ની મોટર લગાવવામાં આવી છે જે સ્કુટર ને 70 કી.મી. પ્રતિ કલાક ની સ્પીડ કરવામાં મદદ કરે છે. Rugged ઇલેક્ટ્રીક સ્કુટર ની કિમત 79,999 થી 89,999 સુધી ની છે બંને માં સબસિડી ઉમેરતા તેની કિમત હજુ ઓછી થઈ શકે છે. ભારત માં ઇલેક્ટ્રીક સ્કુટર ની ડિમાન્ડ વધતાં કંપની એ આ મોડલ લોન્ચ કર્યા છે જેની કિમત ભારતીય ગ્રાહકો ને અનુરૂપ રાખવામા આવી છે. ભારત માં ડિઝાઇન થયેલ ઇ સ્કુટર માટે કંપની નો દાવો છે કે તે દેશ ની કોઈ પણ સડક પર ચલાવી શકાશે. તેનું નિર્માણ કોઇમ્બતુર માં થશે.  

https://divyamudita.com/rugged-electric-ebike/Rugged ઇલેક્ટ્રીક સ્કુટર માં 30 લિટર ની સ્ટોરેજ કેપેસિટી પણ છે જેમાં જરૂરી સમાન રાખી શકાય છે સાથે સાથે પાર્કિંગ સમયે ચોરી થી બચવા માટે એન્ટિ થેફ્ટ ફીચર પણ છે. ઇ સ્કુટર ને રિમોટ થી અનલોક કરવા અને ચલાવવા માટે એપ નો ઉપયોગ કરી શકાય છે. જેમાં કંપની એ 12 સેન્સર લગાવેલ છે. તેના ચેસિસ પર 7 વર્ષ ની વોરંટી આપવામાં આવે છે. Rugged ઇલેક્ટ્રીક સ્કુટરને eBike Go ને આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ સંચાલિત મેનેજમેંટ સિસ્ટમ અને ઇબીજી મૈટીક્સ (eBike Go ની પેટેન્ટ IOT ટેકનૉલોજિ) દ્વારા બી2બી અને બી2સી ના વિશ્લેષણ કરેલા લાખો ડેટા પોઇંટ્સ પરથી બનાવવામાં આવેલ છે. તેનું ભારત માં નિર્માણ થયું હોઈ તે ભારત ના રસ્તાઓ માટે અત્યાર સુધી નું સૌથી મજબૂત અને ટકાઉ ઇલેક્ટ્રીક વાહન હોવાનો કંપની નો દાવો છે.

સંકલન : હની પ્રજાપતિ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts