આજનો ઈતિહાસ : સોનમ નોરબુ (1909-1980) (ધ સેવિયર ઑફ લદ્દાખ)
1947માં ભારતના વિભાજન પછી તુરંત છળકપટથી આદિવાસીઓના વેશમાં આવેલા પાકિસ્તાની લશ્કરે કારગિલ, સ્કાર્દુ અને લદ્દાખ- કોનકુ વિસ્તારમાં કબજો કરી 1947માં કશ્મીર પર કબજો જમાવવાની વ્યૂહરચના રચી હતી. એ સમયે 33 ભારતીય સૈનિકોની એક પ્લાટુન પણ બેઝકેમ્પ પર પરત થઇ હતી. રેઢાં કશ્મી૨ને હડપવા પાકિસ્તાનીઓ આગેકૂચ કરતા હતા તેમને રોકવા તત્કાલ લેહમાં હવાઈ રસ્તે ભારતીય સૈનિકો ઉતારવા એક હવાઈ પટ્ટીની જરૂરત હતી. એ વખતે પંજાબ યુનિવર્સિટીના અને ઇંગ્લેન્ડની શેફિલ્ડ ઇજનેરી કોલેજના સ્નાતક અને સેનાના ઇજનેર સોનમ નોરબુએ (જન્મ 27-5-1909) લેહનાં તદ્દન રેતાળ, કાંકરિયાળા અને ઉબડખાબડ મેદાનમાં માત્ર ૩ અઠવાડિયામાં 2300 યાર્ડ લાંબો અસ્થાઈ રનવે માત્ર મજૂરોની મદદથી (મિશનરી વગર) તૈયાર કરી ભારતીય સેનાની પાંચ કંપનીઓને વિમાન દ્વારા લેહ રનવે પર ઉતારવામાં મદદ કરી હતી. (બજેટ 13 હજાર રૂપિયાનું હતુ પણ નોબ્રુએ 10891 રૂપિયામાં એ પૂરું કરી પ્રામાણિક્તાથી બાકીના પૈસે પરત કર્યા હતા.) સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. સ્વાતંત્રયોતર જમ્મુ-કાશ્મીરના ચીફ ઇજનેર અને બાંધકામ ખાતાના પ્રધાનની જવાબદારીઓ પ્રામાણિકતાથી બજાવનાર તેઓ 2-2-1980માં અવસાન પામ્યા હતા.
સંકલન : કર્દમ આર. મોદી || શિક્ષકશ્રી M.Sc,M.Ed પાટણ (ઉ.ગુજરાત)