નિત્ય સમાચાર

કોરોના રોગ ની ગંધ પારખી શકશે ટ્રેઇન સ્નિફર ડોગ

ફ્રેન્ચ વૈજ્ઞાનિકો એ શોધી કાઢ્યું છે કે ટ્રેઇન સ્નિફર ડોગ માણસ ના પરસેવા ની ગંધ દ્વારા કોરોના ની સચોટ આગાહી કરી શકે છે. આ કુતરાઓ કોવિડ સ્ક્રિનિંગ નું કામ મિનિટો માં કરી શકવા સક્ષમ છે. તે RTPCR ની જેમ જ ચોકસાઈ થી પરક્ષણ કરી શકે છે.

કુતરાઓ તેમની સૂંઘવાની  અને ગંધ પારખવાની શક્તિ ના લીધે માણસોમાં કોરોના ચેપ ની 97ટકા જેટલો સચોટ અંદાજ આપી શકે છે

https://divyamudita.com/snifer-dog/પેરિસ ની નેશનલ વેટરનરી સ્કૂલ ઓફ આલફર્ડ ના વૈજ્ઞાનિકો એ તેમના સંશોધન માં શોધી કાઢ્યું છે કે કુતરાઓ તેમની સૂંઘવાની  અને ગંધ પારખવાની શક્તિ ના લીધે માણસોમાં કોરોના ચેપ ની 97ટકા જેટલો સચોટ અંદાજ આપી શકે છે. તેમના મત મુજબ કોરોના પરસેવા અને લાળ દ્વારા પ્રદર્શિત થાય છે તેથી કુતરાઓ ને તે શોધવામાં સરળતા રહે છે.

અત્યાર સુધી કુતરાઓ ને વિસ્ફોટકો અને દવાઓ શોધવામાં જ ઉપયોગ કરવામાં આવતો હતો પ્રથમ વાર કોઈ વાઇરલ રોગ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયા સ્કૂલ ઓફ વેટરનરી મેડિસિન ડોગ દ્વારા હવે તે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે રસી અપાયેલા લોકો અને ચેપગ્રસ્ત લોકો ને તે અલગ પાડવામાં સક્ષમ છે કે નહીં. અને જો શક્ય બનશે તો આવા ટ્રેઇન સ્નિફર ડોગ ની માંગ ખૂબ જ વધી શકે છે.

Related Posts