ભગવાન કૃષ્ણ અને રાધારાનીને પ્રગટ કરનાર સ્વામીશ્રી હરિદાસ મહારાજ
સ્વામીશ્રી હરિદાસ મહારાજ જે મહાન સંત હતા જેમના સંગીતથી તેમણે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કર્યા હતા. તેઓ લલિતાસખીના અવતાર હતા. એક વખત બાળક હરિદાસ તેમના પિતાજી આસુદાસ સાથે ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે તેઓ શિવલિંગ પર જળ ચડાવતા હતા ત્યારે અચાનક ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું હે આસુદાસ આ તું શું કરે છે આ બાળક હરી તો લલિતાસખી નો અવતાર છે જેના દ્વારા જ મને કૃષ્ણ રાસમાં પ્રવેશ મળ્યો હતો. તે દિવસથી જગવિદિત થયું કે તેઓ જ લલિતાસખી ના અવતાર છે. તેઓને સંસારમાં કોઈ મોહ હતો નહીં તેથી તેઓ વૃંદાવનમાં આવી ગયા અને ભગવાન કૃષ્ણ અને રાધારાની ની ભક્તિ માં લીન થઈ ગયા. તેમના ભજન ખૂબ જ રાગ થી ગાતા હતા.
તેઓ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ અને રાધાની સેવામાં અને તેમના પ્રેમરસ માં ડૂબેલા હતા. તેમના એક શિષ્ય વિઠ્ઠલ વિપુલદેવજી હતા તેઓ પણ સ્વામી હરિદાસની જેમ કૃષ્ણ પ્રેમરસમાં જ ડૂબેલા રહેતા હતા. વિઠ્ઠલવિપુલદેવજી એ એક દિવસ સ્વામી હરિદાસને આજીજી કરીકે તેમણે ભગવાન કૃષ્ણ અને રાધારાનીના દર્શન કરાવો. ત્યારે હરિદાસજી એ આ પદ ગાયું. “શ્રી માયરી સહજ જોડી પ્રગટ ભઈ” ત્યારે ત્યાં ભગવાન કૃષ્ણ અને રાધાજી પ્રગટ થયા અને બંને એક જ જ્યોત સ્વરૂપમાં લીન થયા જે “બાંકે બિહારીલાલ” કહેવાયા.
સ્વામી હરિદાસ જેવા સંત ક્યારેય પ્રગટ થયા નથી. પંડિત તાનસેન પણ તેમના શિષ્ય હતા જેઓ અકબર રાજાના દરબારમાં સંગીત સંભાળવતા હતા. તાનસેનના સંગીતથી અકબર રાજા ખૂબ જ ખુશ હતા. તેમણે તાનસેનને કહયુકે તમે આટલું સરસ કઈ રીતે ગાઓ છો. ત્યારે તાનસેનએ કહયુકે આ બધી કૃપા મારા ગુરુ સ્વામી હરિદાસની છે. અકબર રાજાએ કહ્યું કે મારે તમારા ગુરુજીને સાંભળવા છે તો તેઓને આપણા દરબારમાં સન્માનપૂર્વક બોલાવો. તાનસેનએ કહ્યું કે હે મહારાજ , મારા ગુરુ અદ્વિતીય છે તેઓ કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે ગાતા નથી તેઓ તો ફક્ત ભગવાન માટે જ ગાય છે અને જ્યારે તેઓ ગાય છે ત્યારે સાક્ષાત ભગવાન પણ તેમને સાંભળવા આતુર હોય છે. સ્વામી હરિદાસને સાંભળવા હોય તો તેમના ત્યાં જાઉ પડે. અકબર રાજા હરિદાસ ને સાંભળવા માટે જવા તૈયાર થાય છે ત્યારે તાનસેન કહે છે કે હે રાજન, તેમને સાંભળવા એક રાજા તરીકે નહીં પણ સામાન્ય યાચક થઈ ને જાવ તો જ તેમનો ભાવ અને ભક્તિ નો લાભ મેળવી શકાય. તેથી રાજા અકબર તાનસેનના સેવક તરીકે સામાન્ય પોષક પહેરીને હાથમાં તાનપૂરો લઈને જાય છે. જ્યારે તેઓ સ્વામી હરિદાસ પાસે પહોંચે છે ત્યારે હરિદાસ ને સખત તાવ આવેલો હોય છે. તેઓ કામળી ઓઢીને સૂતા હોય છે. તાનસેનને જોઈને સ્વામી હરિદાસ તેમને આવકારે છે. તાનસેન કહે છે કે હે ગુરુજી આજ આપના દર્શનાર્થે પધાર્યા છીએ. હું એક રાગ ગઈ ને આપણે સંભળાવું છું . ગુરુજીની રજા લઈને તાનસેન ગાવાનું શરૂ કરે છે , પરંતુ તાનસેન જાણી જોઈને ખોટું ગાય છે કારણકે ગુરુજીને આદેશ કરી શકાય નહીં કે મને તમે રાગ સંભળાવો. તેથી સ્વામી હરિદાસ કહે છે તનુ તું ખોટું ગાઈ રહ્યો છે ત્યારે તાનસેન કહે છે કે ગુરુજી આપજ મને સાચું ગાઈ સંભળાવો. ત્યારે ઓઢેલી કામળી તેઓ એક છોડ પર મૂકી દે છે અને તે છોડ ધ્રૂજવા લાગે છે અને સ્વામી હરિદાસનો તાવ મટી જાય છે અને હાથમાં તાનપૂરો લઈ ને અતિ સુંદર રાગ ગાય છે જે સાંભળી અકબર રાજા ખુશ થાય છે ત્યારે સ્વામી હરિદાસ અકબર રાજાને ઓળખી જાય છે. આવા અનેક પ્રસંગો છે જેમાં સ્વામી હરિદાસ ના ચમત્કાર જોવા મળે છે. આજે પણ વૃંદાવનમાં રાજા અકબર દ્વારા આપવામાં આવેલ ભેટ-સોગાદો જળવાયેલી પડી છે. આવા મહાન સંત ને કોટિ કોટિ પ્રણામ.
સંકલન : મિત્તલ ભાવસાર
B.Com , PGDCA , Content Writer & Social Worker
ફોટો સોર્સ : ગુગલ














