લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક:૧૮

કર્મનો સિદ્ધાંત:- આ પહેલાં આપણે ભગવદગીતા અર્કમાં જીવન ઉપયોગી ઘણી બાબતો જાણી. જેવી કે, આત્મા – શરીરનો સંબંધ, કર્તવ્યપાલન, યોગસાધના, સમાધિ, ઈન્દ્રિય- નિયંત્રણ, સ્થિર મન, શાંતમન વગેરે. તો શું કોઈ બાબતમાં આપણે મનને નહીં પરોવવાનું? કોઈ કર્મ નહી કરવાનું? કોઈથી કોઈ હેતું નહીં રાખવાનો???
https://divyamudita.com/bhagvad-geeta-ark-18/અર્જુનના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊઠે છે:
અર્જુનના મનની મૂંઝવણ: અર્જુન શ્રીકૃષ્ણના ઉપદેશથી મુંજાય છે કે એક બાજુ ભગવાન કહે છે કે બુદ્ધિ સ્થિર રાખો ,મન સ્થિર રાખો. કોઈ કાર્યમાં મોહ ન રાખ. અને બીજી બાજુ ભગવાન અર્જુનને યુદ્ધ કરવા પ્રેરી રહ્યા છે. તેવા સમયે અર્જુન ભગવાનને પૂછે છે,” હે જનાર્દન, હે હિતેશ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હોવ તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? તમારા આ દ્વિઅર્થી ઉપદેશોથી હું મુંજાઉ છું. તેથી કૃપા કરી મને તમે મારા માટે સૌથી હિતાવહ શું છે? તે કહો.
મિત્રો, આપણા જીવનમાં પણ ક્યારેક આવી મૂંઝવણ આવતી રહે છે. અર્જુનના પ્રશ્નો તે આપણા પણ પ્રશ્ન હોય છે. ભગવાને હવે અર્જુનને કહ્યું છે તે “કર્મનો સિદ્ધાંત” આપણે સમજવા જેવો છે. પ્રત્યેક વ્યક્તિને તેના ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલ ગુણ અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. મનુષ્યને કર્મનો સર્વથા સમૂળગો પ્રારંભ ન કરવાથી, ન તો તેના કર્મ ફળોથી મુક્તિ મળે છે કે ન તો કર્મ ત્યાગથી કોઈ પૂર્ણતા સિદ્ધ થાય છે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઈન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો હોય તો તે મનુષ્ય ઢોંગી છે. તે પોતાની જાતને છેતરી રહ્યો છે. પરંતુ, જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મનન, ચિંતન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગનો આરંભ કરે છે તો તે વધારે સારો હોય છે. એટલે કે ઢોંગી ધુતારા સાધુઓ કરતાં આજીવિકા રળતા સડકની સફાઈ કરનારો નિષ્ઠાવાન કામદાર ઘણો વધારે સારો હોય છે. માટે હે પાર્થ, તું તારું નિયત કર્તવ્ય- કર્મ કર. કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. ભગવાન ન્હોતા ઈચ્છતા કે અર્જુન એવો ઢોંગી બને!!! ઊલટું તે તો એમ ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટે નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. અને એટલા માટે ભગવાન તેને યુદ્ધ કરવા પ્રેરિત કરતા હતા. જય શ્રીકૃષ્ણ.

https://divyamudita.com/bhagvad-geeta-ark-18/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts