નિત્ય સમાચાર

કરકસર વાળું જીવન જીવી ગરીબ બાળકો ને ભણાવતા અમદાવાદ ના અમૃતભાઇ

અમદાવાદ ના અમૃતભાઇ પટેલ કે જેઓ રેલ્વે ડિપાર્ટમેંટ માં રેલ્વે ડ્રાઈવર તરીકે નોકરી કરી રહ્યા છે. તેઓ તેમના પગાર માથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને ભણવા માટે આર્થિક મદદ કરે છે અને તેમની ફી ભરે છે. તેઓ એ અત્યાર સુધી એન્જિનીયર , ડૉકટર તેમજ અન્ય અભ્યાસ માટે આર્થિક રીતે નબળા બાળકોની ફી ભરી છે અને લેપટોપ આપ્યા છે. વિધવા માતાના ગરીબ બાળકોને પુસ્તકો અને ચોપડા નું વિતરણ કર્યું છે. તેમજ ઘણા બાળકો ને પોતાના ઘેર રાખી ભણાવ્યા છે.

https://divyamudita.com/amrutbhai-from-ahmedabad-who-teaches-poor-children-to-live-a-frugal-life/આ સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા તેમને બાળપણ માં પડેલી તકલીફ ના કારણે શરૂ કરી છે જ્યારે તેઓ વિદ્યાનગર માં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમના પિતા ની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે તેમની ફી ગામના લોકો એ ભરી ને તેમને ભણાવ્યા હતા. તે સમય અને પરિસ્થિતી ને આજ પણ તેઓ ભૂલ્યા નથી. તેઓ વધુ માં વધુ બાળકો ને મદદ થઈ શકે તે માટે એકદમ સાદું જીવન જીવી રહ્યા છે. તેઓ પોતાના ઘેર થી સાઇકલ પર નોકરી જાય છે અને તેમના પત્ની પણ આ સેવાકીય કામ માં તેમને સહયોગ આપે છે જે માટે તેઓ સિલાઈ કામ કરી બનતી મદદ કરે છે. અમૃતભાઇ અને તેમના પત્ની કરકસર કરી ને જીવન ગુજારી રહ્યા છે કારણકે તેમના પૈસા નો વધુ માં વધુ બાળકો ને લાભ અપાવી શકે. તેઓ અત્યારે પણ જે જે બાળક ને શિક્ષણ માટે જરૂર પડે તો કોઈપણ ઓળખાણ વગર મદદ કરી રહ્યા છે. આવા શિક્ષણ દાતા ને આજના સાક્ષરતા દિવસ નિમિતે વંદન.   

 

સંકલન : દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts