ગુજરાત ના સામાન્ય પરિવાર ની દીકરી ટોક્યો પેરાઓલમ્પિક માં દેશ માટે સિલ્વર મેડલ જીતી
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા ના સુંઢીયા ગામ ની વતની અને ટોક્યો પેરાઓલમ્પિક ગેમ માં ટેબલ ટેનિસ માં ભારત દેશ માટે રમી રહેલ ભાવિના પટેલે દેશ અને ગુજરાત નું નામ રોશન કર્યું છે તેણે ટેબલ ટેનિસ ની વુમન સિંગલ્સ માં ચીન ની ઝાંગ મિયાઓ ને હરાવી ક્લાસ 4 ની કેટેગરી ની ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો. તે સતત ત્રણ મેચ જીતી સેમી ફાઇનલ માં પહોચી હતી. જોકે તે ફાઇનલ માં ચીન ની વર્લ્ડ નંબર વન ખેલાડી ઝોઉ યીંગ સામે 0-3 થી હારી ગઈ હતી પરંતુ તેણે ભારત દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.
સામાન્ય પરિવાર ની ભાવિના પટેલ ના પિતા પોતાના વતન માં સ્ટેશનરી અને કટલરી ની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતી સારી ના હોવા છતાં તેમણે અન્ય લોકો પાસે થી મદદ લઈ ને દીકરી ને અમદાવાદ ભણવા માટે મોકલી હતી. ભાવિના ના બંને પગ નાનપણ માં પોલિયો ની અસર થતાં કામ કરતાં બંધ થઈ ગયા હતા. સ્નાતક સુધી નો અભ્યાસ કરી કોમ્પ્યુટર નું શિક્ષણ મેળવવા તે અંધજન મંડળ અમદાવાદ ખાતે ગઈ હતી જ્યાં તેણે ટેબલ ટેનિસ ની પ્રેક્ટિસ કરી તેમાં આગળ વધવાનું મન બનાવ્યું હતું. તેણે અભ્યાસ ની સાથે સાથે પિતા ને આર્થિક મદદ મળી રહે તે હેતુ થી સિવિલ માં નોકરી પણ કરી હતી.
ખેડૂત પરિવાર ની આ દીકરી દેશ માટે સિલ્વર મેડલ મેળવી ભારત દેશ નું નામ રોશન કર્યું છે તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દજી , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત રાજનેતાઓ અને સેલિબ્રિટિઝે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સરકારે તેની આ સિધ્ધી ને બિરદાવતા 3 કરોડ રૂપિયા નું પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.તેમજ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશને પણ 31 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
સંકલન : હની પ્રજાપતિ , Photo Source : Google