સફળ સાહસિક

UnAcademy ના સહ-સ્થાપક તેમજ એક શિક્ષક, ઉદ્યોગસાહસિક, ભૂતપૂર્વ IAS અધિકારી – રોમન સૈની

રોમન સૈની એક શિક્ષક, ઉદ્યોગસાહસિક, ભૂતપૂર્વ IAS અધિકારી અને વક્તા છે. તેઓ “UnAcademy ” ના સહ-સ્થાપક છે. રોમન સૈનીનો જન્મ 27 જુલાઈ 1991 રાયકરણપુરા ગામ,જયપુર, રાજસ્થાનમાં થયો હતો. તેમનો જન્મ એક મધ્યમ વર્ગના શૈક્ષણિક રીતે સારા પરિવારમાં થયો છે. તેમણે એઇમ્સમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી .  ડોકટર તરીકે સેવા આપતી વખતે રોમન ભારતના વિવિધ ગરીબીગ્રસ્ત વિસ્તારોમાં તબીબી શિબિરોની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે લોકોને મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરતા જોયા હતા. તે પછી તેમણે મોટા પાયે સમાજ સેવા કરવાનુ નક્કી કર્યું.

https://divyamudita.com/unacademy-cofounder-roaman-saini/જ્યારે તે એમબીબીએસ પ્રોગ્રામના બીજા વર્ષમાં હતા ત્યારે તેમના મિત્ર ગૌરવ મુંજાલે તેમને શૈક્ષણિક પોર્ટલ શરૂ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ રોમને ગૌરવ મુંજાલ, હેમેશ સિંહ અને સચિન ગુપ્તા સાથે મળીને  UnAcademy નું શરૂઆત કરી હતી. જે બાદ માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ખાસ કરીને યુપીએસસીના ઉમેદવારો માટે લોકપ્રિય શૈક્ષણિક પોર્ટલ બન્યું.

Unacademy ભારતની સૌથી મોટી ઓનલાઇન શીખવાની એપ છે. જેમાં રોમન અને તેમના મિત્રો એ સિવિલ સર્વિસ, શિક્ષકો, એંજિનિયર, ડોકટર અને અન્ય ક્ષેત્રોના નિષ્ણાતોનો ઉપયોગ કરીને દવા, આઇટી, સિવિલ સર્વિસ અને વિદેશી ભાષાઓ સંબંધિત અભ્યાસ સામગ્રી અપલોડ કરીને તેમની Unacademy ની યુટ્યુબ ચેનલ બનાવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં તેના લોન્ચ પછી, વીડિયોને લાખો વ્યૂઝ મળવા લાગ્યા. તેમાં આપેલી ટિપ્સને અનુસરીને સિવિલ સર્વિસિસની પરીક્ષા માં વધુ માં વધુ ઉમેદવારો પાસ થવા લાગ્યા.

 

https://divyamudita.com/unacademy-cofounder-roaman-saini/સંકલન : મિત્તલ ભાવસાર 
B.Com ,PGDCA
Content Writer & Social Worker
ફોટો સોર્સ : ગુગલ

Related Posts