નિત્ય સમાચાર

ભારત માં રમકડાં ઉદ્યોગ માટે ખૂબ મોટી સંભાવનાઓ

ભારત માં ત્રણ દિવસીય ટોયકેથન ગ્રાન્ડ ફિનાલે યોજાઇ રહ્યો છે. ભારત ના શિક્ષણ મંત્રાલય, માઇક્રો , લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય , મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ અન્ય મંત્રાલયો એ સંયુક્ત પણે 5 જાન્યુઆરી 2021 ના રોજ ટોયકેથન શરૂ કર્યું હતું જેમાં દેશ ના લગભગ એક લાખ થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી અને સત્તર હજાર થી વધુ નવા આઇડિયા રજૂ કર્યા હતા જેમાંથી 1567 જેટલા આઇડિયા ને શોર્ટલિસ્ટ કરી 22 થી 24 જૂન સુધી ની ત્રિ દિવસીય ટોયકેથન ગ્રાન્ડ ફિનાલે યોજવામાં આવી રહી છે.

https://divyamudita.com/toys-market/ટોયકેથન ગ્રાન્ડ ફિનાલે માં વડા પ્રધાનશ્રી એ વિડીયો કોન્ફરેંસિંગ દ્વારા વાતચીત કરી હતી. જેમાં ભાગ લેનાર ઉદ્યમીઓએ વડાપ્રધાનશ્રી સમક્ષ રમતો અને તેને સંબધિત રજૂઆતો કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન શ્રી એ કહ્યું હતું કે વિશ્વ નું રમકડાં બજાર 100 અબજ ડોલર થી વધુનું છે. જેમાં આપણો હિસ્સો ખૂબ જ ઓછો છે. આજે આપણે આશરે 80 ટકા થી વધુ રમકડાં ની આયાત કરીએ છીએ. જે પરિસ્થિતી ને બદલવી જરૂરી છે. વડા પ્રધાને કહ્યું કે રમકડાં અને રમતો આપણી માનસિક શક્તિ અને સર્જનાત્મકતા ને અસર કરે છે. હાલ ની ડિજિટલ અને ઓન લાઇન રમતો ભારતીય મુજબ નથી તે માનસિક તાણ અને હિંસા ને પ્રોત્સાહિત કરે છે. આપણે એવો વિકલ્પ આપવો જોઈએ જેમાં ભારત નો મૂળ વિચાર હોય એવા રમકડાં અને રમતો હોવી જોઈએ જે આપણી યુવા પેઢી ને ભારતીયતા ના દરેક પાસા ને રસપ્રદ રીતે જાણી શકે.

ટોયકેથન 2021 નું લક્ષ્ય ભારત માં રમકડાં ઉદ્યોગ ને વેગ અને પ્રોત્સાહન આપવાનું છે. ભારત નું સ્થાનિક બજાર દેશ અને વિશ્વ માટે રમકડાં ઉદ્યોગ માટે મોટી તક દર્શાવે છે.

Related Posts