જાણ્યું છતાં અજાણ્યું નિત્ય સમાચાર

સ્ટીલમૅન ઑફ ઇન્ડિયા જમશેદજી ઇરાની (1936-2022)

2-6-1936ના દિવસે જન્મેલા જમશેદજીજી ઇરાની ધાતુશાસ્ત્રના નિષ્ણાત ઉદ્યોગપતિ હતા. તેઓ પહેલાં બ્રિટિશ આર્યન એન્ડ સ્ટીલ એસોસિએશન સાથે જોડાયા હતા. ત્યારબાદ ટાટા સ્ટીલ કંપનીમાં જોડાઈ ડાયરેક્ટર બન્યા હતા. ટાટા સ્ટીલ સાથે તેઓ 43 વર્ષ સુધી જોડાયેલા રહ્યા હતા. ધાતુશાસ્ત્રમાં ઇજનેરી સ્નાતક- અનુસ્નાતકના અભ્યાસ પછી તેઓ ઇંગ્લેન્ડ પીએચડી કરવા જઈ ત્યાંની બ્રિટિશ આર્યન એન્ડ સ્ટીલ કંપનીમાં સિનિયર સાયન્ટિફિક ઓફિસર તરીકે 1963 સુધી હતા. ત્યાં તેઓ ફિઝિકલ મેટલર્જી ડિવિઝનના વડા પદે પદોન્નતિ પામી ભારત પરત થઈ 1968માં ટાટા સ્ટીલના આર એન્ડ ડી વિભાગના ડાયરેકટરના સહાયક બન્યા હતા. તેમના જ્ઞાન, ધગશ, કુનેહ અને કૌશલ્યથી તેઓ ટિસ્કોમાં 1978માં જનરલ સુપ્રિન્ટેન્ડન્ટ, 1979માં જનરલ મેનેજર, 1985માં પ્રેસિડેન્ટ, 1992માં મેનેજિંગ ડિરેક્ટર, 1998માં ડાયરેક્ટર બન્યા પછી 2001માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેઓએ ટાટા પાવર કંપની, ટાટા સન્સ, લખનૌ જમશેદજીજીઇરાની આઇઆઇએમ માં ડાયરેક્ટર જેવા વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. ભારત સરકારે તેમની ચેરમેન ઓફ ધ એક્સપર્ટ કમિટી ફોર ફોર્મેશન ઓફ ધ ન્યૂ કંપની એક્ટમાં નિમણૂક કરી હતી. પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર જમશેદ ઈરાની 31-10-2022ના દિવસે અવસાન પામ્યા હતા.

સંકલિત : કર્દમ આર.મોદી | શિક્ષકશ્રી
M.Sc.,M.Ed,પાટણ

Related Posts