વિશ્વ સાયકલ દિવસ
દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે.માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વીથી મંગળ સુધીની વિકાસયાત્રામાં સાયકલનું મહત્વનું યોગદાન રહેલું છે. આજે આ દિવસ ખાસ કરી દુનિયામાં થયેલી એક મોટી અસરને કારણે દુનિયામાં ઉજવામાં આવે છે. લેઝેક સિબિલ્સ્કીના ક્રૂસેડ પછીની અસર અને તુર્કમેનિસ્તાન અને 56 જુદા દેશોની વિશ્વ સાયકલ દિવસની ઉજવણી માટે કરવામાં આવેલી મદદની અસર છે. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસમ્બ્લી દ્વારા ન્યુ યોર્ક ખાતે તેની મિટિંગમાંથી અનેક ત્યાના અધિકારીઓ, રમતવીરો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી.
સાયકલનો રસપ્રદ ઈતિહાસઃ
સૌ પ્રથમ આ સાયકલ યુરોપમાં ૧૮મી સદીમાં વિચાર બનવામાં આવી હતી. હતો. તે પેરિસના એક કારીગર દ્વારા ૧૮૧૬માં આ સાયકલમાં મોટી ભૂમિકા ભજવતા તેના પેડલની શોધ કરી હતી.વેલોસિપેડ તેને નામ અપાયું હતું . તેની વધતી માંગની લોકપ્રિયતાને કારણે, ઇંગ્લેંડ, ફ્રાન્સ અને અમેરિકાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોએ ઘણા સુધારા કર્યા અને વર્ષ 1872 માં તેને એક સુંદર દેખાવ આપ્યો.આ પ્રથમ સાયકલ તે મુખ્ય રીતે ચક્ર 30 ઇંચથી લઇને 64 ઇંચ અને પાછળનું વ્હીલ લગભગ 12 ઇંચ હતું. ક્રેન્ક્સ ઉપરાંત, બુલેટ બેરિંગ્સ અને બ્રેક્સ પણ લાગુ કરવામાં આવ્યા હતા. આ સાયકલને આથી તે યુગની સૌથી આધુનિક સાયકલ તરીકે ઓળખવામાં આવી હતી.ત્યારે આ સાયકલ તે ભારતમાં ૧૯૬૦-૧૯૯૦ સુધી ખૂબ પ્રચલિત થઇ. તેનાથી ભારતમાં આર્થિક રીતે ઘણી સહાય મળી.
સંકલિત : Kardam R Modi | Teacher
M.Sc. M.Ed , Patan