ભારતના સૌથી નાના યુવા ઉદ્યોગ સાહસિક ભાઈઓ સંજય અને શ્રવણ કુમારન
કોઈ પણ સ્ટાર્ટઅપ માટે તમે કેટલા યુવાન છો ? તે પ્રશ્ન જયારે આવે ત્યારે… 19 વર્ષના શ્રવણ કુમારન અને તેમના 17 વર્ષીય ભાઈ સંજય કુમારન ને યાદ કરવા જોઈએ., કારણ કે તેઓ 2012 થી પોતાની કંપની ચલાવી રહ્યા છે.
તેઓ બન્ને ભારતમાં સૌથી યુવા મોબાઇલ એપ્લિકેશન પ્રોગ્રામર્સ તરીકે ઓળખાય છે અને વિશ્વની સૌથી નાનામાં નાની આ જોડી Android અને iOS બંને માટે એપ્લિકેશન્સ બનાવી રહ્યા છે. તેઓએ 11 થી વધુ એપ્લિકેશન્સ બનાવી છે. કુમારન ભાઈઓ એપ્લિકેશન્સ માટે કોડીંગ કરે છે તેઓ એ ઘણાં પુસ્તકો ખરીદી તેને સંપૂર્ણ રીતે વાંચીને તેનો ગહન અભ્યાસ કરીને પ્રોગ્રામિંગ શીખ્યા છે.
કુમારનના તેમના સાહસની એકમાત્ર કિંમત ગેજેટ્સ ખરીદવાની છે અને તેમાં તેમના પિતાએ સાથ આપ્યો. તેઓએ તેમની કંપની માટે તેમના પિતા પાસે થી ભંડોળ એકઠું કર્યું હતું. તેમના પિતા, કુમારન સુરેન્દ્રન જેઓ Cognizant Technology Solutions” ના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ છે, તેઓ તેમનો મોટો આધારસ્તંભ છે.
જ્યારે શ્રવણ ત્રીજા ધોરણમાં હતા, ત્યારે તેમના પપ્પાએ તેમને ડેસ્કટોપ આપ્યું હતું. ખરેખર તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણવાની તેમને રુચિ હતી. તેથી, ધીમે ધીમે તેઓએ પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવી તે શીખ્યા. તેમને એનિમેશન અને ગ્રાફિક્સમાં પણ રસ જાગ્યો જેથી ફોટોશોપ શીખ્યા. તેમના પિતાએ તેમને ક્યૂબેસિક શીખવવાનું શરૂ કર્યું, અને તે જ રીતે તેઓને પ્રોગ્રામિંગમાં રસ ઉભો થયો. તેઓ અભ્યાસ માટે તેમનો સમય સરળતાથી મેનેજ કરે છે. તેઓ પ્રોગ્રામિંગ માટે દિવસના 1 કલાક અને રમતો માટે 1 કલાક ફાળવે છે.
શ્રાવણ કુમારન 19 વર્ષના છે જેઓ એન્જિનિયરિંગના અભ્યાસ કરે છે. તેમના ભાઈ સંજય કુમારન 17 વર્ષના છે અને જેઓ ભારતના ચેન્નાઈથી Hiranandani Upscale school માં અભ્યાસ કરે છે. તેઓને વિશ્વના સૌથી નાના મોબાઇલ એપ્લિકેશન પ્રોગ્રામર્સ તરીકે ઓળખવામાં આવે છે. કુમારન ભાઈઓએ GoDimensions નામની કંપની પણ બનાવી છે જેમાં શ્રવણ કો-ફાઉન્ડર અને પ્રમુખ છે, જયારે સંજય કો-ફાઉન્ડર છે અને CEO છે.
કુમારન ભાઈઓએ એપ્લિકેશન્સથી આગળ વધીને પોતાનું વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઇસ બનાવ્યુ છે જેનું નામ GoVR રાખ્યું છે. બજારમાં બીજા કેટલાક ઉત્પાદનો છે પરંતુ તે ખરેખર ખર્ચાળ છે. જેની કિંમત રૂ. 26,000- રૂ. 40,000 પ્રતિ ડિવાઇસ છે, પરંતુ તેમનું ડિવાઇસ ફક્ત રૂ. 799 માં જ બજારમાં ઉપલભ્ધ છે.
તેમની પ્રથમ એપ્લિકેશન એ iOS પર “Catch me Cop” હતી જેમાં છટકી ગયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. iOS પરની અન્ય એપ્લિકેશન્સમાં Alphabets Board, Prayer Planet, Car Racing, Super Hero Jetpack, Color Palette અને ઇમરજન્સી બૂથ તરીકે ઓળખાતા વડીલો અને યંગસ્ટર્સ બંને માટે ઇમરજન્સી ડાયલરનો સમાવેશ થાય છે. આજકાલ, તેઓ કેટલીક સરસ રમતો સાથે આવવાનું વિચારી રહ્યા છે. GoDimesion સાથે આ બન્ને કુમારન ભાઈઓનું મિશન મુશ્કેલ ડિજિટલ વર્લ્ડ માટે સરળ સમાધાન વિકસિત કરવાનું છે. સ્થાનિકીકરણમાં ભાગીદારી માટે ઘણી વિદેશી કંપનીઓએ તેમનો સંપર્ક કર્યો છે.
કુમારન જોડી “સ્ટીવ જોબ્સ” દ્વારા પ્રેરિત હતી. તેઓ સ્ટીવની વાર્તા તેમના પિતા પાસેથી ઘણી વાર સાંભળતા હતા. તેઓએ તેમની પ્રથમ સત્તાવાર એપ્લિકેશન “Catch me Cop” સાથે આવે તે પહેલાં 150 થી વધુ એપ્લિકેશન્સ વિકસાવી હતી. તેમની અન્ય એપ્લિકેશન – Alphabets Board એ એપ સ્ટોર પર 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. આજે, ભારતમાં 50% વપરાશકર્તાઓ તેમની મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે પ્રયત્નશીલ છે.
તેઓએ 7 એપ્લિકેશન્સ વિકસાવી છે જે Apple ના એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે. તેઓએ ગૂગલના Android પ્લે સ્ટોર માટે 3 એપ્સ પણ બનાવી છે. તાજેતરમાં જ તેઓએ ન્યૂ વિન્ડોઝ મોબાઇલ સ્ટોરમાં પણ તેમની પ્રથમ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશનને 53 જેટલા વિવિધ દેશોમાંથી 70 હજાર થી વધુ ડાઉનલોડ મળી છે. તેઓ કદાચ વિશ્વના સૌથી નાના પ્રોગ્રામરો છે.
તેઓને ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સામયિકો અને ન્યૂઝ પેપર્સમાં દર્શાવવામાં આવ્યા છે, તેઓને ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે, જેમાં ભારતના TOP 100 ટેક્નોવેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. જુલાઈ, 2016 માં તેમને CNN-IBN અને CISCO દ્વારા ડિજિટલ ઇન્ડિયાના યંગ એચિવર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને FORBES ASIA 30 અંડર 30 સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સ્ટીવ જોબ્સ અને ધીરૂભાઇ અંબાણી જેવા મહાન વ્યક્તિઓની દંતકથાએ વિશ્વના ઘણા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપી છે. પરંતુ, ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત બે નાના છોકરાઓ યુવા સ્ટાર્ટઅપ્સના સમૂહમાં જોડાયા અને સાબિત કર્યું કે ઉંમર એ ફક્ત એક આંકડો છે. ચેન્નાઈના બે ભાઈઓ – શ્રવણ અને સંજય કુમારન ભારતના સૌથી નાના CEO બન્યા છે.
સંકલન : કિંજલ ગુપ્તા રામી
B.Com, BCA , B.Libs
એક્ઝોટિકા સ્કૂલ, સામાજિક કાર્યકર
Photo Source : Google